Not Set/ દિલ્હીમાં થયેલા રમખાણો મામલે JNU નાં પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ સાથે પોલીસે કરી પૂછપરછ

  દિલ્હી પોલીસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) નાં પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને ફેબ્રુઆરીમાં ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણોનાં કથિત ષડયંત્ર મામલે પૂછપરછ કરી છે. દળનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, “દિલ્હી પોલીસનાં વિશેષ સેલે શુક્રવારે ખાલિદની રમખાણો પાછળનાં કથિત કાવતરાનાં સંદર્ભમાં પૂછપરછ કરી હતી.” પોલીસે તેનો મોબાઇલ ફોન પણ કબજે કર્યો છે. અગાઉ ખાલિદ સામે […]

India
2fee916e41dd0ae06d47501a97bc71ac 3 દિલ્હીમાં થયેલા રમખાણો મામલે JNU નાં પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ સાથે પોલીસે કરી પૂછપરછ
 

દિલ્હી પોલીસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) નાં પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને ફેબ્રુઆરીમાં ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણોનાં કથિત ષડયંત્ર મામલે પૂછપરછ કરી છે. દળનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, “દિલ્હી પોલીસનાં વિશેષ સેલે શુક્રવારે ખાલિદની રમખાણો પાછળનાં કથિત કાવતરાનાં સંદર્ભમાં પૂછપરછ કરી હતી.” પોલીસે તેનો મોબાઇલ ફોન પણ કબજે કર્યો છે.

અગાઉ ખાલિદ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે એફઆઈઆરમાં દાવો કર્યો હતો કે, પૂર્વનિર્ધારિત કાવતરુંહેઠળ કોમી રમખાણો ઉશ્કેરવામાં આવ્યા હતા, જેને કથિત રીતે ખાલિદ અને બે અન્ય લોકોએ સાથે મળીને તેની વ્યૂહરચના કરી હતી.

ખાલિદે કથિત બે જુદા જુદા સ્થળોએ ભડકાઉ ભાષણો આપ્યા હતા અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન લોકોને આવીને રસ્તાઓ રોકવાની કરવાની અપીલ કરી હતી, જેથી લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરે ખબર પડે કે દેશમાં લઘુમતીઓ સાથે કેવી રીતે વર્તન કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.