Bharat Jodo Yatra/ ભારત જોડો યાત્રામાં અભિનેત્રી પૂજા ભટ્ટ સામેલ થઇ,જુઓ વીડિયો

આ યાત્રા  દરમિયાન રાહુલ 12 રાજ્યોમાંથી પસાર થતા 3,570 કિમીનું લાંબુ અંતર કાપવાના છે. આ યાત્રા પાંચ મહિના સુધી ચાલશે

Top Stories India
8 1 ભારત જોડો યાત્રામાં અભિનેત્રી પૂજા ભટ્ટ સામેલ થઇ,જુઓ વીડિયો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તામિલનાડુથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ શરૂ  કરી છે. આ યાત્રા  દરમિયાન રાહુલ 12 રાજ્યોમાંથી પસાર થતા 3,570 કિમીનું લાંબુ અંતર કાપવાના છે. આ યાત્રા પાંચ મહિના સુધી ચાલશે. અભિનેત્રી પૂજા ભટ્ટ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’સાથે જોડાઇ હતી. આ યાત્રા તેલંગાણા તેલંગાણાના હૈદરાબાદ શહેરમાંથી ફરી શરૂ થઈ હતી.આ યાત્રામાં રાહુલ ગાંધી સાથે પૂજા ભટ્ટ જોવા મળી હતી અને વાતચીત કરતા નજરે પડે છે.

ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રા શરૂ થતા પહેલા  અભિનેત્રી પૂજા ભટ્ટ તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સપોર્ટ કરતી જોવા મળી હતી.આ અંગે એક ટ્વિટ બપણ કર્યો હતો. 7 સપ્ટેમ્બરના રોજ જ્યારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ ત્રિવેણી સંગમ પાસે 150 દિવસ ચાલનારી “ભારત જોડો યાત્રા”નો આરંભ કર્યો તો તેમની અને કોંગ્રેસ પાર્ટીની આશા એ જ હશે કે આગામી પાંચ મહિનામાં તેઓ પોતાની પાર્ટીના વિચારો અને ભારતની સામાન્ય જનતાના વિચારોનું સંગમ કરાવવામાં સફળ થશે.નોંધનીય છે કે આ યાત્રામાં અનેક લોકો સામેલ થઇ રહ્યા છે   આ દરમિયાન રાહુલની યાત્રામાં એક્ટ્રેસ  પૂજા ભટ્ટે પણ  ભાગ લીધો છે,