Bollywood/ અભિનેત્રી શર્લિન ચોપરાને પોર્નોગ્રાફી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી…..

થોડા દિવસો પહેલા શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ અભિનેત્રી શર્લિન ચોપરા સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 

Entertainment
Untitled 6 અભિનેત્રી શર્લિન ચોપરાને પોર્નોગ્રાફી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી.....

પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં અભિનેત્રી શર્લિન ચોપરાને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પોર્ન રેકેટ કેસમાં ધરપકડ પર રોક લગાવતા આગોતરા જામીન અરજી પર નોટિસ જારી કરી જવાબ દાખલ કરવા કહ્યું છે. આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝે કહ્યું કે અરજદાર સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં આવશે નહીં.

શર્લિન ચોપરા તરફથી હાજર રહેલા એડવોકેટ સુનીલ ફર્નાન્ડિસે જણાવ્યું કે આ કેસમાં અન્ય આરોપીઓને પહેલા જ રાહત આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શર્લિનની સાથે અભિનેત્રી પૂનમ પાંડે પણ આ કેસમાં સામેલ છે, પરંતુ પૂનમ પાંડેને 18 જાન્યુઆરીએ કોર્ટે ધરપકડમાંથી રાહત આપી હતી.

આ પણ  વાંચો:સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને ફટકાર લગાવી / એક સપ્તાહમાં કોરોનાથી મૃત્યુના વળતરની વિગતો આપવાનો નિર્દેશ

થોડા દિવસો પહેલા શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ અભિનેત્રી શર્લિન ચોપરા સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. શર્લિન ચોપરા સતત શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર જાતીય સતામણીનો આરોપ લગાવી રહી છે. શર્લિને જુહુ પોલીસ સ્ટેશનમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ પણ નોંધાવ્યો હતો.

સમયે શર્લિન ચોપરાએ વિડિયો જાહેર કરીને રાજ કુન્દ્રા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. શર્લિને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ મદદ માટે વિનંતી કરી હતી. ચોપરાએ વિડિયો જાહેર કરીને કહ્યું હતું કે, “રાજ કુન્દ્રાએ તેની સાથે છેતરપિંડી કરી અને તેનું યૌન શોષણ પણ કર્યું. શર્લિને વીડિયોમાં જણાવ્યું હતું કે તેણે એપ્રિલ મહિનામાં પણ આ માટે અરજી કરી હતી. પરંતુ તેના પર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ પણ  વાંચો:National / દિલ્હીમાં કોરોના કેસ ઘટતા હવે શાળા-કોલેજો 7 ફેબ્રુઆરીથી ખુલશે….