એક અહેવાલ અનુસાર અરજદારે દિલ્હી હાઇકોર્ટને વિનંતી કરી છે કે ફિલ્મનું નામ બદલવું જોઈએ. અરજદાર કહે છે કે સલમાનની ફિલ્મનું નામ એમ્બેલેન્સ એન્ડ નેઇણ એક્ટની કલમ- 3નો ચોખ્ખો ભંગ છે. આ અધિનિયમ અનુસાર ‘ઇન્ડિયા’ શબ્દનો ઉપયોગ વ્યાવસાયિક કે વ્યવસાયિક હેતુ માટે થઈ શકતો નથી.
ફિલ્મની વાર્તા વાત કરવામાં આવેતો, ફિલ્મમાં સ્વતંત્રતા પછીનાં સામાન્ય માણસની કહાની રજુ કરવામાં આવી છે. તો સાથે સાથે ફિલ્મમાં ભારતીય આર્મીની 1964 થી 2010 સુધી સફર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિના કૈફ ઉપરાંત તબુ, પટાની, સુનિલ ગ્ર્રોવર અને જેકી શ્રોફ પણ મુખ્ય ભૂમિકામાં અભિનય કરી રહ્યા છે. ફિલ્મનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફર દ્વારા કરવામાં આવ્યું છે.અને ફિલ્મઝ રીલ લાઇફ પ્રોડક્શન્સ પ્રા. લિ. અને સલમાન ખાન ફિલ્મોનું દ્રારા નિર્માણ પામી છે.