T20 World Cup/ રોનાલ્ડોની નકલ કરતા વોર્નરે પ્રેસ કોન્ફરન્સમાં હટાવી CocaCola ની બોટલ, Video

રોનાલ્ડોની જેમ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે પણ આવું જ કઇંક કર્યું છે. શ્રીલંકા સામે ફોર્મમાં પરત ફરેલા વોર્નરે મીડિયા સાથે વાતચીત શરૂ કરતા પહેલા ટેબલ પર રાખેલી કોકા-કોલાની બોટલને હટાવવાની માંગ કરી હતી.

Top Stories Sports
વોર્નર અને કોકા-કોલા

T20 વર્લ્ડકપ 2021માં ગુરુવારે રમાયેલી મેચ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. જેમાં ડેવિડ વોર્નરની જબરદસ્ત ઇનિંગનાં કારણે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – T20 World Cup / તોફાની બેટિંગનાં દમ પર વોર્નરે બતાવ્યો પોતાનો અનુભવ, સવાલ ઉઠાવનારને બેટથી આપ્યો જવાબ

આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા ફૂટબોલ લેજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના ટેબલ પરથી કોકા-કોલાની બોટલ હટાવી દીધી હતી અને તે પછી સમાચાર સામે આવ્યા હતા કે કંપનીને લગભગ $4 બિલિયનનું નુકસાન સહન કરવું પડ્યું હતુ. હવે રોનાલ્ડોની જેમ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે પણ આવું જ કઇંક કર્યું છે. શ્રીલંકા સામે શાનદાર 65 રન કરીને ફોર્મમાં પરત ફરેલા વોર્નરે મીડિયા સાથે વાતચીત શરૂ કરતા પહેલા ટેબલ પર રાખેલી કોકા-કોલાની બોટલને હટાવવાની માંગ કરી હતી. જોકે, બાદમાં કાંગારૂ ઓપનરે તેને ટેબલ પર પાછી મૂકી દીધી હતી. જણાવી દઇએ કે, ડેવિડ વોર્નરે આ કૃત્ય Funny રીતે કર્યું હતું અને તે રોનાલ્ડોની નકલ કરતો જોવા મળ્યો હતો. વોર્નરે પહેલા સપોર્ટ સ્ટાફને પૂછ્યું કે શું તે તેને તેના ટેબલ પરથી ઉતારી શકે છે અને તેણે બન્ને બોટલ પોતાના હાથમાં ઉપાડી લીધી. થોડી વાર પછી તેને બોટલ પાછી મુકવાનું કહેવામાં આવ્યું.” વોર્નરે બોટલ પકડીને હસતા કહ્યુ કે, આ ક્રિસ્ટિયાનો માટે સારું છે, તો તે મારા માટે પણ સારું છે.” વોર્નરનો Funny વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો – વિવાદ / શોએબ અખ્તરને શો માંથી બહારનો રસ્તો બતાવનાર એન્કરનો Video આવ્યા બાદ PTV નો મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા વોર્નરે શ્રીલંકા સામે 42 બોલમાં 65 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનરે તેની ઇનિંગ દરમિયાન 154.76નાં ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 10 ચોક્કા ફટકાર્યા હતા. તેમના સિવાય કેપ્ટન એરોન ફિન્ચે 23 બોલમાં 37 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી જ્યારે સ્ટીવ સ્મિથ 28 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. બોલિંગમાં કાંગારૂ ટીમ તરફથી મિચેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પાએ બે-બે વિકેટ લીધી હતી.