આજે દરેક માતા-પિતા પોતાના બાળકને સારો અભ્યાસ કરવવા ઇચ્છે છે, જેના માટે ઘણા પોતાના બાળકને વિદેશમાં મોકલતા હોય છે. પરંતુ ઘણા એવા પણ હોય છે કે જે બોગસ માર્કશીટ કે સર્ટિફેકેટ બનાવી વિદેશ જવા માંગતા હોય છે, દેશમાં ઘણી એવી ઈન્સ્ટિટ્યૂટ છે જે અભ્યાસનાં બહાને બોગસ સર્ટિફિકેટ તૈયાર કરી આપતી હોય છે. તેવી જ એક ઈન્સ્ટિટ્યૂટ વડોદરાનાં અલકાપુરીમાં આવેલી છે.
અલકાપુરી વિસ્તારમાં આવેલા એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટ દ્વારા અભ્યાસને બહાને વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને બોગસ દસ્તાવેજો તૈયાર કરી આપતી હોવાનું સામે આવ્યુ છે. જેનમી જાણ પોલીસને થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જ્યા બોગસ દસ્તાવેજો તૈયારી કરી આપવાના કૌભાંડમાં ઝડપાયેલા ભેજાબાજોને પોલીસે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. અન્ય કઇ યુનિવર્સિટિનાં સર્ટિફિકેટ બનાવ્યા છે, અન્ય કોની સંડોવણી છે તેની તપાસ હવે કરાશે.
ગોરવાની કાશીધામ સોસાયટીમાં રહેતા પ્રશાંત ભૂપેન્દ્ર રાઠોડ નામનાં યુવકે શિકાગો જવા માટે વર્ષ-૨૦૧૬માં અલકાપુરીનાં વિન્ડસર પ્લાઝામાં આઠમાં માળે આવેલા કેપલોન ગ્રુપ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટની ઓફિસનો સંપર્ક કર્યો હતો. જ્યા સેન્ટરનાં સંચાલક વિરલ જયસ્વાલે તેને ત્રણ મહિનાનો કોર્સ કરવો પડશે અને ધોરણ-૧૨નાં સર્ટિફિકેટો તૈયાર કરવા પડશે તેમ કહ્યુ હતુ. સાથે રૂપિયા 2૦ હજાર લઇ અભ્યાસનાં સર્ટિફિકેટ, માઇગ્રેશન સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો તૈયાર કરી આપ્યા હતા. જે વાતનો ખુલાસો થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો અને ચાર દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા.