Not Set/ એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલકે સાવકા પિતાની ધરપકડ બાદ તોડ્યું મૌન

અભિનેત્રી શ્વેતા તિવારીએ તેના પતિ અભિનવ કોહલી પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી અભિનવની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનવે તેની પુત્રી પલકને માર માર્યો હતો. હવે આ મામલે શ્વેતાની પુત્રી પલકનું નિવેદન આવ્યું છે. પલકે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા વાત કરી છે. Instagram will load in the frontend. પલકે […]

Uncategorized
palak એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલકે સાવકા પિતાની ધરપકડ બાદ તોડ્યું મૌન

અભિનેત્રી શ્વેતા તિવારીએ તેના પતિ અભિનવ કોહલી પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી અભિનવની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનવે તેની પુત્રી પલકને માર માર્યો હતો. હવે આ મામલે શ્વેતાની પુત્રી પલકનું નિવેદન આવ્યું છે. પલકે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા વાત કરી છે.

Instagram will load in the frontend.

પલકે તેની ઇંસ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું કે, તેની માતાની નહીં પણ તે જાતે જ ઘરેલુ હિંસાનો શિકાર બની છે. અભિનવ કોહલીએ ક્યારેય તેની શારીરિક છેડતી કરી નહોતી અથવા અયોગ્ય રૂપે તેને સ્પર્શ્યો નથી. જો કે, તેઓ તેમના પર અયોગ્ય અને અવ્યવસ્થિત ટિપ્પણી કરતા હતા. પલકે તેની માતા શ્વેતા તિવારીના સંઘર્ષને પણ વર્ણવ્યો હતો. આ સાથે, પલકે તેમની પોસ્ટમાં અફવા ન ફેલાવવાની અપીલ કરી હતી.

palak 11 એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલકે સાવકા પિતાની ધરપકડ બાદ તોડ્યું મૌન

આ પહેલા અભિનવે શ્વેતાની પુત્રી પલક પર ગુસ્સે થઈને થપ્પડ માર્યા હોવાનું કહેવાતું હતું. શ્વેતાએ પોલીસને જણાવ્યું હતું કે અભિનવ ઘણી વાર નશામાં હોય છે.

અભિનવને બપોરે 1 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને શ્વેતા-પલકની હાજરીમાં આશરે 4 કલાક તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી પોલીસે શ્વેતાની ફરિયાદ પરથી અભિનવ સામે ગુનો નોંધ્યો હતો.

palak 22 એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલકે સાવકા પિતાની ધરપકડ બાદ તોડ્યું મૌન

શ્વેતા તિવારી અને અભિનવ કોહલીએ વર્ષ 2013 માં લગ્ન કર્યાં હતાં. બંનેનો એક પુત્ર રેયાંશ કોહલી છે. પલકની સંમતિ પછી જ શ્વેતાનાં લગ્ન થયાં. પલક શ્વેતા તિવારી અને તેના પહેલા પતિ રાજા ચૌધરીની પુત્રી છે. રાજા ચૌધરી અને શ્વેતાના છૂટાછેડા પણ ઘરેલુ હિંસાને કારણે થયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.