Adani Marketvalue Crash/ અદાણી ગ્રુપના માર્કેટવેલ્યુમાં 100 અબજ ડોલરનો કડાકોઃ ગુરુવારે પણ ઘટાડો જારી

અદાણી ગ્રુપે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસનો 20,000 કરોડનો એફપીઓ બુધવારે મોડી રાતે રદ કરવાનો વિપરીત પ્રત્યાઘાત ગુરુવારે બજારમાં જોવા મળ્યા હતા. તેના લીધે અદાણી જૂથના શેરોમાં રીતસરની નીચલી સર્કિટ લાગી હતી અને ગ્રુપના માર્કેટ વેલ્યુમાં અત્યાર સુધીમાં બધુ થઈને 100 અબજ ડોલરનો કડાકો બોલી ચૂક્યો છે.

Top Stories India
Adani MarketvalueCrash
  • અદાણી જૂથનું બજારમૂલ્ય 8.1 લાખ કરોડ ઘટી ચૂક્યુ
  • અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ પ્રતિ શેર 2,700નો હતો, પણ ગુરુવારનો બંધ બજારભાવ 1,564.70
  • રિઝર્વ બેન્કે પણ અદાણી જૂથને ધિરાણ કરનારી બેન્કોની ઉલટ તપાસ લેવા માંડી
  • ક્રેડિટ સ્યુઇસે બેન્કિંગ ક્લાયન્ટ્સને અપાતી લોન પેટે જામીન તરીકે અદાણીના બોન્ડ્સ લેવાનું બંધ કરી દીધું

Adani Marketvalue Crash અદાણી ગ્રુપે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસનો 20,000 કરોડનો એફપીઓ બુધવારે મોડી રાતે રદ કરવાનો વિપરીત પ્રત્યાઘાત ગુરુવારે બજારમાં જોવા મળ્યા હતા. તેના લીધે અદાણી જૂથના શેરોમાં રીતસરની નીચલી સર્કિટ લાગી હતી અને ગ્રુપના માર્કેટ વેલ્યુમાં અત્યાર સુધીમાં બધુ થઈને 100 અબજ ડોલરનો કડાકો બોલી ચૂક્યો છે. બીજા શબ્દોમાં કહીએ તોઅદાણી જૂથનું બજારમૂલ્ય 8.1 લાખ કરોડ ઘટી ચૂક્યું છે. આ સિવાય સંસદમાં પણ અદાણી જૂથ સામે તપાસની માંગને લઈને વિપક્ષે હંગામો મચાવ્યો હતો.

અદાણી જૂથ જે અદાણી એન્ટરપ્રાઇઝનો પ્રતિ શેર 2,700 રૂપિયાનો Adani Marketvalue Crash ઇશ્યુ લઈ આવ્યું હતું તે જ કંપનીના શેરનો ભાવ ગુરુવારે સાંજે 26.50 ટકા ઘટીને 1,564 રૂપિયા પર બંધ આવ્યો હતો. આમ તેણે 564 રૂપિયાનો ઘટાડો નોંધાવ્યો હતો. એક સમયે તેણે 1,513 રૂપિયાની નીચલી સપાટી બનાવી હતી. આના પગલે અદાણી જૂથ ભારતના ઇલોન મસ્ક બનશે તેવી સંભાવના સેવવામાં આવી રહી છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરના વેચાણનો હેતુ દેવાના સ્તરને ઘટાડવામાં મદદ Adani Marketvalue Crash કરવા માટે આશરે $2.5 બિલિયન એકત્ર કરવાનો હતો — જે લાંબા સમયથી ચિંતાનો વિષય હતો — અને તેના શેરધારકોના આધારને વિસ્તૃત કરવાનો હતો. પરંતુ નાના રોકાણકારો દૂર રહ્યા કારણ કે બજાર કિંમત ઓફરની શ્રેણીથી નીચે આવી ગઈ હતી અને અબુ ધાબી સ્થિત ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની તેમજ બ્લૂમબર્ગ દ્વારા અજાણ્યા સ્ત્રોતોને ટાંકીને, સાથી ભારતીય ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ અને સુનીલ મિત્તલના સમર્થન પછી જ તે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું. .

આમછતાં, બુધવારે મુંબઈમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરના ભાવમાં વધુ 28.45 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટ્રિગર એ સમાચાર હતા કે સ્વિસ બેન્કિંગ જાયન્ટ ક્રેડિટ સુઈસે ખાનગી બેન્કિંગ ક્લાયન્ટ્સને અપાતી લોન માટે કોલેટરલ તરીકે અદાણી બોન્ડ્સ સ્વીકારવાનું બંધ કરી દીધું હતું, બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝે વધુ 10 ટકા ગુમાવ્યા, જેના કારણે તેના શેર અને અન્ય અદાણી કંપનીઓમાં ટ્રેડિંગ સ્થગિત કરવાની ફરજ પડી.

અદાણી એન્ટરપ્રાઇઝિસ બોર્ડે મોડી રાતના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે “તેના સબ્સ્ક્રાઇબર્સના હિતમાં” શેરના વેચાણ સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધો છે અને તમામ ચૂકવણી પરત કરવામાં આવશે. ફર્મે કહ્યું કે આ મુદ્દા સાથે આગળ વધવું “નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં”. અદાણીએ પોતે ગુરુવારે એક વિડિયો નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “અમારી કંપનીના ફંડામેન્ટલ્સ ખૂબ જ મજબૂત છે, અમારી બેલેન્સ શીટ સ્વસ્થ છે અને અસ્કયામતો મજબૂત છે”.અદાણીની અંગત સંપત્તિની સ્લાઇડને કારણે તે ટોચના 10 રીઅલ-ટાઇમ ફોર્બ્સની અમીરોની યાદીમાંથી બહાર નીકળી ગયો છે અને મુકેશ અંબાણી દ્વારા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે આગળ નીકળી ગયો છે.

અદાણી જૂથની અન્ય કંપનીઓના ગુરુવારે બંધ આવેલા ભાવમાં જોઈએ તે એપી સેઝનો ભાવ 6.13 ટકા એટલે કે 30 રૂપિયા ઘટી 462 પર બંધ આવ્યો હતો. તેણે 987.90ની બાવન સપ્તાહની ઊંચી સપાટી બનાવી હતી. જ્યારે 423નું તળિયું બનાવ્યું હતું. અદાણી પાવરનો ભાવ 4.90 ટકા એટલે કે 10.60 રૂપિયા ઘટી 202.15 રૂપિયા પર બંધ આવ્યો હતો. અદાણી ટ્રાન્સમિશનનો ભાવ દસ ટકા એટલે કે 173 રૂપિયા ઘટી 1557.25 રૂપિયા પર બંધ આવ્યો હતો. તેની બાવન સપ્તાહની ઊંચી સપાટી 4,238.55 રૂપિયા હતી. આમ તેનો ભાવ ટોચ પરથી 60 ટકા ઘટી ચૂક્યો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરનો ભાવ 10 ટકા એટલે કે 115.30 રૂપિયા ઘટી 1038.5 પર બંધ આવ્યો હતો. તેની બાવન સપ્તાહની ઊંચી સપાટી 3,048 રૂપિયા છે, જે 65 ટકાનો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. અદાણી ટોટલ ગેસના શેરનો ભાવ 10 ટકા એટલે કે 190.15 રૂપિયા ઘટી 1711.50 રૂપિયા પર બંધ આવ્યો હતો. તેની બાવન સપ્તાહની ઊંચી સપાટી 3,998.35 રૂપિયા છે, જે તેની ટોચથી 47 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ શેર 1,513નું તળિયું બનાવી ચૂક્યો છે. અદાણી વિલ્મરનો શેર પણ 4.99 ટકા એટલે કે 22.15 રૂપિયા ઘટી 421.45 રૂપિયા પર બંધ આવ્યો હતો.

આ પણ વાંચોઃ

Veritas-Rcom/ યાદ કરો વેરિટાસ, જેણે અનિલ અંબાણીની આરકોમને પત્તાનો મહેલ કહી હતી

Adani-RBI/ રિઝર્વ બેન્કે લીધી બેન્કોની ઉલટ તપાસઃ બોલો અદાણીને કેટલી લોન આપી

Adani-JPC Demand/ અદાણીના મુદ્દે સંસદમાં વિપક્ષનો જોરદાર હંગામો, જેપીસી રચવાની માંગ