Decrease/ અદાણીએ CNGના ભાવમાં કર્યો આટલો ઘટાડો,આજથી નવા ભાવ અમલી

દેશ સહિત રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે,ત્યારે અદાણી કંપની તરફથી આંશિક રાહતના સમાચાર સામે આવ્યા છે,અદાણી ગેસ કંપનીએ સીએનજી ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

Top Stories Gujarat
3 20 અદાણીએ CNGના ભાવમાં કર્યો આટલો ઘટાડો,આજથી નવા ભાવ અમલી
  • સીએનજીના ભાવમાં ઘટાડો
  • અદાણીએ સીએનજીના ભાવમાં કર્યો ઘટાડો
  • 3.48 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો
  • સીએનજીનો નવો ભાવ 83.90 રૂ.
  • 87.38 રૂપિયા સીએનજીનો ભાવ હતો
  • નવો ભાવ આજથી જ અમલમાં

દેશ સહિત રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે,ત્યારે અદાણી કંપનીએ આંશિક રાહતના સમાચાર આપ્યા છે,અદાણી ગેસ કંપનીએ સીએનજી ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.અદાણીએ સીએનજીના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે સીએનજીનો નવો ભાવ 83.09 રુપિયા થયો છે. પહેલા સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ 87.38 પૈસા હતો,અને આ ભાવ ઘટાડો આજથી જ અમલી બનશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા મહિનાથી સીએનજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, એક સમયે સીએનજીનો ભાવ 55 રૂપિયા સુધી પ્રતિ કિલો વેચાતો હતો,જેમાં 34 રૂપિયાનો વધારો છેલ્લા ગણતરીના મહિનામાં જ કરી દેવામાં આવ્યો હતો.આજે 3.48 રુપિયાનો સામાન્ય ઘટાડો કર્યો છે. સીએનજીના વધતા ભાવ મામલે ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તે છંતા પણ ભાવ  વધારો અટક્યા ન હતાે, આવનારા દિવસોંમાં જોવા મળશે કે આ ભાવ ઘટાડો કેટલા દિવસ સુધી અમલી રહેશે કે પછી ફરી ભાવમાં વધારો કરવામાં આવશે?