નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભરતા 14 મેસેન્જર મોબાઈલ એપ્લીકેશનને બ્લોક કરી દીધી છે. Mobile app blocked કેન્દ્ર સરકારે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ભલામણ બાદ આ નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ આ મેસેન્જર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ગુપ્ત સંદેશાઓ મોકલતા હતા. આતંકવાદીઓ આ એપ્સનો ઉપયોગ કાશ્મીરમાં તેમના સમર્થકો અને ઓન-ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) સાથે વાતચીત કરવા માટે કરી રહ્યા હતા.
આ મેસેન્જર એપ્સ બ્લોક કરી છેઃ આ એપ્સમાં Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO (IMO જેવી એપ્સ), એલિમેન્ટ, સેકન્ડ લાઇન, ઝાંગી, થ્રીમાનો સમાવેશ થાય છે. ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર આ એપ્સ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં હાજર આતંકીઓને કોડેડ મેસેજ Mobile app blocked પણ મોકલવામાં આવ્યા હતા.
આતંકવાદીઓના કોમ્યુનિકેશન નેટવર્ક પર પ્રતિબંધ
છેલ્લા કેટલાક સમયથી સરકાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના Mobile app blocked કોમ્યુનિકેશન નેટવર્કને રોકવાનો પ્રયાસ કરી રહી છે. જે એપ્સ બ્લોક કરવામાં આવી છે તેના સર્વર અલગ-અલગ દેશોમાં છે જેના કારણે તેમને ટ્રેસ કરવામાં મુશ્કેલી પડે છે. એપ્સમાં મળેલા ભારે એન્ક્રિપ્શનને કારણે આ એપ્સને અટકાવવાનો કોઈ રસ્તો નથી.
સરકારે હવે વિદેશમાં સર્વર ધરાવતા હોય અને તેવા એપ્સને લક્ષ્યાંક બનાવવામાં આવી હ્યા છે. Mobile app blocked સરકાર આ ઉપરાંત શંકાસ્પદ પ્રવૃત્તિ ધરાવતા એપ્સ પર નજર રાખી રહી છે. સરકારે આ સિવાય સ્થાનિક એપ્સને પણ કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ કરવામાં ન આવે તેવી સૂચના આપી છે. તેમા પણ મેસેન્જર એપ્સ પર તો સરકારની ખાસ નજર છે.
આ પણ વાંચોઃ IPL 2023/ IPLની 1000મી મેચમાં મુંબઈએ રાજસ્થાનને 6 વિકેટે હરાવ્યું, ટિમ ડેવિડે સતત ત્રણ સિક્સર ફટકારીને જીતાડી મેચ
આ પણ વાંચોઃ Protest/ જંતર-મંતર પર બેઠેલા કુસ્તીબાજોને ખેડૂતોનું મળ્યું સમર્થન,રાકેશ ટિકૈત પણ 2 મેના રોજ હડતાળમાં જોડા
આ પણ વાંચોઃ Gujarat/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને આવ્યો બ્રેઈન સ્ટ્રોક,હાલત સ્થિર