ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ વર્ષે કમાણીની બાબતમાં વિશ્વના મોટા ધનાઢ્ય ઉધોગપતિ ઉપર પણ ભારે પડ્યા છે. કમાણીની બાબતમાં તેમણે મહાન સમૃદ્ધ ધનાઢ્ય એલોન મસ્ક અને મુકેશ અંબાણી ઉપર પણ ભારે પડ્યા છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં 22 અબજ ડોલરનો વધારો થયો છે. 1980 ના દાયકાના અંતમાં કોમોડિટીના વેપારી તરીકેની કારકિર્દીની શરૂઆત કરતા અદાણી હવે જેક મા કરતા વધુ ધનિક છે અને 56.2 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. છેલ્લા 20 વર્ષમાં પોતાનું સામ્રાજ્ય સતત આગળ જ વધાર્યું છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં આ વર્ષે 23 અબજ ડોલરનો વધારો થયો છે. વિશ્વના મહાન પ્રભાવી જેફ બેઝોસ આ વર્ષે માત્ર 6.37 અબજ ડોલરની સંપત્તિ ઘટી છે. જ્યારે એલોન મસ્કની કુલ સંપત્તિમાં 1.76 અબજ ડોલરનો વધારો થયો છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ આ વર્ષે 4.39 અબજ ડોલર વધી છે.

ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કિંગ
અદાણી ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કિંગ તરીકે ઉભરી આવ્યા છે. ખાણો, બંદરો, વીજ પ્લાન્ટોથી લઈને એરપોર્ટ, ડેટા સેન્ટરો અને સંરક્ષણ ક્ષેત્ર સુધીના ભારતના આર્થિક લક્ષ્યોને પૂરા કરવાનું મહત્વપૂર્ણ માન્યું છે. તેમની મહત્વાકાંક્ષી યોજનાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર એનર્જી ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્સિયલ એનાલિસિસ (આઇઇઇએફએ) ની ટીમ બકલે કહે છે, “અદાણી મોટે ભાગે સંવેદનશીલ અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે. આ પ્રોજેક્ટ્સ સરકારની પ્રાથમિકતા છે. ભારતની ઝડપી વૃદ્ધિ નો ફાયદો અદાણી જૂથને મળતો રહેશે. “અદાણીના નેતૃત્વ હેઠળ જૂથની ઝડપથી વૃદ્ધિ થવાની અપેક્ષા છે. વિદેશી રોકાણકારો પણ તેમાં રસ લેશે.” કોરોના કહેર વચ્ચે પણ, અદાણી ગ્રૂપની 6 કંપનીઓએ ગયા વર્ષે માર્કેટકેપમાં 79 અબજ ડોલરનો ઉમેરો કર્યો હતો.

વૈશ્વિક કંપની બનવાનો લક્ષ્ય છે
બે વર્ષથી ઓછા સમયમાં, અદાણી પાસે 7 એરપોર્ટ છે અને લગભગ એક ક્વાર્ટર એર ટ્રાફિક છે. એટલું જ નહીં, અદાણીએ 2025 સુધીમાં તેની નવીનીકરણીય ક્ષમતામાં આઠ ગણો વધારો કરવાની યોજનાઓને વેગ આપ્યો છે. ગયા અઠવાડિયે, અદાણીએ શ્રીલંકામાં બંદર ટર્મિનલનો સંયુક્ત રીતે વિકાસ કરવાનો કરાર મેળવ્યો કે. ભારત આ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને કાબૂમાં કરવા માગે છે. ગયા મહિને, અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝે દેશભરમાં ડેટા સેન્ટરો બનાવવા અને સંચાલન માટે એજકનેક્સ સાથે કરાર કર્યો હતો.
