Not Set/ ૭૮ વર્ષના વડીલના ફેફસામાંથી ગળી જવાયેલા કૃત્રિમ પદાર્થને બહાર કઢાયો

અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલે ૭૮ વર્ષના વડીલના ફેફસાનું દૂરબીનથી ઓપરેશન કરી ગળી જવાયેલા કૃત્રિમ પદાર્થને બહાર કાઢી વૈશ્વિક ક્ષેત્રે એક નવું સીમાચિહન પ્રાપ્ત કર્યું

Gujarat Others
સાબરકાંઠા 1 10 ૭૮ વર્ષના વડીલના ફેફસામાંથી ગળી જવાયેલા કૃત્રિમ પદાર્થને બહાર કઢાયો
  • અત્યાર સુધી સંભવત: ૬૮ વર્ષના વૃધ્ધના ફેફસામાથી કૃત્રિમ પદાર્થ બહાર કઢાયો છે
  • ઇ.એન.ટી. અને એનેસ્થેસિયા વિભાગે સંયુક્ત શસ્ત્રક્રિયા કરતા વડઝર ગામના વડીલને મળી રાહત

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગે ૭૮ વર્ષના વડીલના ફેફસામાથી દૂરબીન વડે કૃત્રિમ પદાર્થ (બ્રોંકોસ્કોપી એન્ડ ફોરેન બોડી રીમુવલ) સિફતપૂર્વક બહાર કાઢી એક નવું જ સીમાચિહન પ્રાપ્ત કર્યું છે. સંભવત: અત્યાર સુધીમાં વૈશ્વિક ક્ષેત્રે ૬૮ વર્ષના વયોવૃધ્ધના ફેફસામાં ગળી જવાયેલા કૃત્રિમ પદાર્થને બહાર કાઢવામાં આવ્યો હતો.પરતું, આ ઓપરેશન થતાં જી.કે. જનરલની અદ્વિતીય સિધ્ધી ગણાશે.

જી.કે. જનરલ હોસ્પિટલમાં ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેંદ્ર હિરાણી અને તેમની ટીમે એક અનોખી કહી શકાય તેવી શસ્ત્રક્રિયા કરી હતી. ઓપરેશનના મુખ્ય સર્જન ડો. હિરાણીએ કહ્યું કે, સામાન્ય રીતે બાળકો આવા પદાર્થો ગળી જતાં હોય છે. પરંતુ, આટલી મોટી ઉમરે આવી ઘટના જવલ્લે જ બનતી હોય છે. ડો. હીરાણી સાથે ડો. અજિત ખીલનાની, ડો. હેતલ જોશી, રેસિ. ડો. નિસર્ગ દેસાઇ તેમજ ડો. રોનક બોડાત વિગેરે જોડાયા હતા.

આ પ્રકારની શસ્ત્રક્રિયા મેડિકલ સાયન્સમાં જોખમી ગણાય છે. કેમ કે, દર્દીની શ્વાસનળીમાં દૂરબીન સેટ કરાય છે. અને ત્યારબાદ ઓપરેશન કરવામાં આવે છે. વધુ જોખમ એટલા માટે હતું કે, દર્દીને હાઇ બી.પી., ડાયાબિટીસ ઉપરાંત તેમનું હ્રદય માત્ર ૨૫% જેટલું જ કાર્યરત હતું. એટ્લે દર્દીને બેભાન કરી દૂરબીન વડે ઓપરેશન કરવામાં ભારોભાર જોખમ રહેલું હોય છે. આ જોખમ વચ્ચે દર્દીને કોઈપણ પ્રકારની વધુ જટિલતા સર્જાય નહીં તે માટે એનેસ્થેસિયા ટીમને ખડેપગે રાખવામાં આવી હતી.

આ ટીમમાં એનેસ્થેસિયા વિભાગના હેડ ડો. મંદાકિની ઠક્કર, ડો. જયદીપ પટેલ, ડો. નિરાલી ત્રિવેદી તેમજ ડો. ખ્યાતિ વિગેરે જોડાયા હતા.
માંડવી તાલુકાનાં વડઝરી ગામના ૭૮ વર્ષના શામજી મેઘજી ભીમાણીને ઉતરણ બાદ અચાનક શ્વાસ અને ઉધરસની તકલીફ ચાલુ થતાં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી પરંતુ, તેમને ફાયદો ન જણાતા ભુજની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા જ્યાં છાતીનું સિટીસ્કેન કરતાં જણાયું કે, ફેફસાના નીચેના ભાગના જમણા હિસ્સામાં કોઈક કૃત્રિમ પદાર્થ ફસાઈ ગયો છે. તેથી તેમને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલના ઇ.એન,ટી. વિભાગની સારવાર માટે લાવવામાં આવ્યા. જ્યાં તેમને ૧ ફેબ્રુઆરીના રોજ દાખલ કરી બીજા દિવસે દુરબીનથી ઓપરેશન કરી ફેફસામાથી કૃત્રિમ પદાર્થ (બોરનો ઠળિયો) બહાર કાઢવામાં આવતા વડીલને શ્વાસોચ્છવાસમાં રાહત થઈ હતી.

૭૮ વર્ષના કોઈ દર્દીને આ પ્રકારના ઓપરેશન ઓછા સફળ થતાં હોય છે પરંતુ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ડો. નરેન્દ્ર હિરાણી અને તેઓની ટીમે દર્દીને ઉગારી લેવા જોખમ ખેડીને પણ ઓપરેશન કર્યું અને સફળતાપૂર્વક પાર પાડયું હતું.

આસ્થા /મહાશિવરાત્રી પર બની રહ્યા છે આ ગ્રહ સંયોગો, શિવ ઉપાસનાથી મળશે સુખ અને સૌભાગ્ય…

જ્યોતિષશાસ્ત્ર /એક રાશિમાં 2 ગ્રહો હોય તો બને છે સંયોગ, જાણો ક્યા ગ્રહોના સંયોગમાં મળે છે સફળતા…