Not Set/ સ્લેબ તૂટતા 10થી વધુ મજૂરો દટાયા, એક બાળકીનું મોત

સુરત, ભટાર કેનાલ રોડ પર કેનાલને ડેવલપ કરવા માટેનું કામ શરૂ કરાયું હતું. જેમાં ઊભા કરાઈ રહેલી કમાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટતા 10થી વધુ મજૂરો દટાયા હતા. ઘટનાની જાણ થતા 108 અને ફાયર વિભાગ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે સુરતના સીટીલાઇટ કોર્નર પાસે આવેલા કેનલ રોડ ઉપર આરડીડીના પ્રવેશ […]

Top Stories Gujarat Surat Trending
gf 1 સ્લેબ તૂટતા 10થી વધુ મજૂરો દટાયા, એક બાળકીનું મોત

સુરત,

ભટાર કેનાલ રોડ પર કેનાલને ડેવલપ કરવા માટેનું કામ શરૂ કરાયું હતું. જેમાં ઊભા કરાઈ રહેલી કમાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટતા 10થી વધુ મજૂરો દટાયા હતા. ઘટનાની જાણ થતા 108 અને ફાયર વિભાગ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા.

gf 2 સ્લેબ તૂટતા 10થી વધુ મજૂરો દટાયા, એક બાળકીનું મોત

મળતી માહિતી પ્રમાણે સુરતના સીટીલાઇટ કોર્નર પાસે આવેલા કેનલ રોડ ઉપર આરડીડીના પ્રવેશ દ્વાર નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. જોકે આજે ગુરુવારે બપોરના સમયે આ પ્રવેશ દ્વારનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જેમાં અહીં કામ કરતા મજૂરો કાટમાળમાં દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

gf 3 સ્લેબ તૂટતા 10થી વધુ મજૂરો દટાયા, એક બાળકીનું મોત

સ્થાનિક મજૂરોનું કહેવું છે કે, આ કાટમાળમાં ૩ વર્ષની એક છોકરી દટાઇ હતી. જેના પગલે ફાયર બ્રિગેડે તેને બહાર કાઢવા માટે કામગારી તેજ કરી હતી. ભારે જહેમત બાદ બાળકીને પહાર કાઢવામાં આવી હતી. જોકે, તેનું મોત નીપજ્યું હતું.

 જોકે, સ્થાનિક મજૂરોનું કહેવું છે કે, આ કાટમાળમાં અઢી વર્ષની એક છોકરી દટાઇ હતી. જેના પગલે ફાયર બ્રિગેડે તેને બહાર કાઢવા માટે કામગારી તેજ કરી હતી. ભારે જહેમત બાદ બાળકીને પહાર કાઢવામાં આવી હતી. જોકે, તેનું મોત નીપજ્યું હતું.

ફાયર બ્રિગેડના ડિવિઝનલ ઓફિસરના જણાવ્યા પ્રમાણે આજે બપોરે 12.59 વાગ્યે સ્લેબ તૂટ્યાનો કંટ્રોલ રૂમમાં મેશ આવ્યો હતો. જેના પગલે મજૂરા, માનદરવાજા, નવસારી બજાર અને હેડક્વાર્ટર એમ ચાર ગાડીઓ અહીં મોકલવામાં આવી હતી. જોકે, અહીં આવ્યા પછી જોયું તો સ્લેબ તૂટેલો હતો.

 અહીં આવતા જાણવા મળ્યું કે બીઆરટીએસ બસ સ્ટેન્ડનો સ્લેબ નહીં પરંતુ આરડીડીના પ્રવેશ દ્વારનો સ્ટેબ તૂટ્યો હતો. આ કાટમાળમાં બે લોકો દબાયા હોવાનું માલુમ પડ્યું હતું. એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અઢી વર્ષની બાળકી હજી કાટમાળમાં દટાયેલી છે જેને બહાર કાઢવાની કામગીરી ચાલું છે. ભારે મહેનત બાદ ફાયરની ટીમે બાળકીને કાટમાળમાંથી બહાર કાઢી હતી. જોકે, તેનું મોતની પજ્યું હતું.

કાટમાળમાં ફસાયેલા મજુરો જેમાં  વસંત ડામોર, રમીલાબેન બારીયા, બાંગ્લા કાળા, જભુબેન અસરુ ડામોર, રાજુજીબેન દિનકાભાઈ, જલકીબેન રમણભાઈ, બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 6 ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફાયર વિભાગ હાથ ઘરેલા રેસ્ક્યુમાં 3 વર્ષની રોશમી ડામોરને મૃત હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી.