Not Set/ આદરના પિતા સાયરસ પૂનાવાલા પણ પહોચ્યાં લંડન, તેમણે દેશ છોડ્યો ત્યારે કહ્યું….

1 મેના રોજ આદર પૂનાવાલાએ એક ટવીટમાં કહ્યું કે તેમનો લંડન પ્રવાસ હંગામી છે. અને ટૂંક સમયમાં ભારત પરત ફરવાની યોજના ધરાવે છે. હવે તેના પિતા પણ તેમની સાથે લંડન પહોચ્યા છે. તેમના પિતા સાયરસ પૂનાવાલાએ ભારપૂર્વક જણાવ્યું છે કે પરિવાર નિયમિતપણે લંડન આવે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, તેમણે કહ્યું, “ આદર નાનો હતો ત્યારથી અમે લંડન આવીએ છીએ. અને હવે તેના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. આ એક નિયમિત યોજાતી યાત્રા છે. 

Top Stories India
cm 8 આદરના પિતા સાયરસ પૂનાવાલા પણ પહોચ્યાં લંડન, તેમણે દેશ છોડ્યો ત્યારે કહ્યું....

રસી નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પૂનાવાલા જૂથના પ્રમુખ સાયરસ પૂનાવાલા થોડા દિવસો પહેલા તેમના પુત્ર આદર પૂનાવાલા  પાસે લંડન ગયા છે. જોકે તેમણે આ આરોપને ફગાવી દીધો કે તે દેશ છોડીને ગયા છે. લંડનથી સન્ડે એકસપ્રેસમાં વાત કરતા સાયરસ પૂનાવાલાએ કહ્યું કે તે ઉનાળાના નિયમિત વેકેશન ગાળવા લંડન આવ્યા છે. તે દર વર્ષે મે મહિનામાં આવું જ કરે છે. તેમણે કહ્યું કે આ સંકટ સમયે, તેમના પર અથવા તેમના પુત્ર પર દેશ છોડવાનો આક્ષેપ ખોટો અને દુર્ભાવના પૂર્ણ છે.

તેમણે કહ્યું કે, ‘મને યાદ છે ત્યાં સુધી હું હંમેશાં મે મહિનામાં ભારતની બહાર જ રહું છું. દરેક વ્યક્તિ ઉનાળુ વેકેશન ગાળવા બહાર જાય છે. અને હું આ વ્ર્શેપણ સમર વેકેશન માણવા  જ આવ્યો ચુ. અને તેમાં કોઈ નવાઈ નથી.

ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઇઓ આદાર પૂનાવાલા, જેણે અત્યાર સુધીમાં ભારતમાં લગભગ 90  ટકા કોવિડ રસી પૂરી પાડી છે. તેઓ  એક મહિનાથી વધુ સમયથી લંડનમાં છે. ઇન્ટરવ્યુમાં, તેમણે રાજકારણીઓ અને “શક્તિશાળી વ્યક્તિઓ” તરફથી ધમકીઓની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોવીશીલ્ડ રસી સપ્લાય કરવા માટે તેમના પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ભારત રસીની માંગને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યું છે. રસીના સ્થાનિક ઉપયોગ માટે  સ્ટોક સુરક્ષિત કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. અને સમય પર નવું ઉત્પાદન વધારવામાં  સીરમ સંસ્થાની નિષ્ફળતાને આભારી ગણવામાં આવે છે.  3 મેના રોજ લંડનમાં એક નિવેદનમાં આદર પૂનાવાલાએ કહ્યું કે રસી ઉત્પાદનમાં રાતોરાત વધારો કરવો  શક્ય નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની કંપની ક્ષમતા વધારવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે

1 મેના રોજ આદર પૂનાવાલાએ એક ટવીટમાં કહ્યું કે તેમનો લંડન પ્રવાસ હંગામી છે. અને ટૂંક સમયમાં ભારત પરત ફરવાની યોજના ધરાવે છે. હવે તેના પિતા પણ તેમની સાથે લંડન પહોચ્યા છે. તેમના પિતા સાયરસ પૂનાવાલાએ ભારપૂર્વક જણાવ્યું છે કે પરિવાર નિયમિતપણે લંડન આવે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, તેમણે કહ્યું, “ આદર નાનો હતો ત્યારથી અમે લંડન આવીએ છીએ. અને હવે તેના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે. આ એક નિયમિત યોજાતી યાત્રા છે.

પૂનાવાલાએ એમ પણ કહ્યું કે કંપની યુરોપમાં કેટલીક નવી યોજનાઓ શરૂ કરવા વિચારી રહી છે. તેમણે કહ્યું, ‘ભારતમાં કોરોના રસીનું અમારું ઉત્પાદન ચાલી રહ્યું છે. અમે યુરોપના મેન્યુફેક્ચરિંગ એકમો સાથે વાત કરી રહ્યા છીએ. વધુ વિગતો જાહેર કરવી ખૂબ જ વહેલા છે. ” પુણેમાં પરિવારની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ યુકે  સિવાય યુક્રેનની કેટલીક સાઇટ્સ પર ધ્યાન આપી રહી છે, જેથી ઉત્પાદનને વેગ આપવા નવી સુવિધાઓ બનાવવામાં આવે.