Not Set/ એડીબીનું અનુમાન 7.20 ટકા રહેશે દેશનો આર્થિક વૃદ્ધિ દર

મજબૂત ઉપભોગના ભાવ પર દેશની આર્થિક વૃદ્ધિ દરમાં તેજી આવવાનું અનુમાન છે ચાલુ નાણાકીય વર્ષમાં ઘરેલું અર્થવ્યવસ્થા 7.20 ટકાની વૃદ્ધિ થઈ શકે છે. એશિયન વિકાસ બેંક એડીબીએ બુધવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે  2019ના પરિદ્રશ્ય પ્રમાણે  કૃષિ ઉત્પાદનમાં કાપ, કાચા તેલની કિંમતમાં વધારાને કારણે  ઉપયોગમાં નરમી તથા સરકારી ખર્ચના કારણે ભારતનો આર્થિક વૃદ્ધિદર 2017ના 7.20થી […]

Business
economic એડીબીનું અનુમાન 7.20 ટકા રહેશે દેશનો આર્થિક વૃદ્ધિ દર

મજબૂત ઉપભોગના ભાવ પર દેશની આર્થિક વૃદ્ધિ દરમાં તેજી આવવાનું અનુમાન છે ચાલુ નાણાકીય વર્ષમાં ઘરેલું અર્થવ્યવસ્થા 7.20 ટકાની વૃદ્ધિ થઈ શકે છે. એશિયન વિકાસ બેંક એડીબીએ બુધવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે  2019ના પરિદ્રશ્ય પ્રમાણે  કૃષિ ઉત્પાદનમાં કાપ, કાચા તેલની કિંમતમાં વધારાને કારણે  ઉપયોગમાં નરમી તથા સરકારી ખર્ચના કારણે ભારતનો આર્થિક વૃદ્ધિદર 2017ના 7.20થી નરમ થઇને  વર્ષ 2018માં 7 ટકા થઈ ગયો હતો.

જોકે  અહેવાલમાં જણાવાયું છે કે નીતિગત દરમાં કાપ અને ખેડૂતોને સરકાર પાસેથી આવકનું સમર્થન મળવાને કારણે ઘરેલું માંગમાં તેજી આવશે.જેનાથી દેશનો આર્થિકવૃદ્ધિ દર વધીને 2019માં 7.20 ટકા તથઆ વર્ષ 2020માં 7.30 ટકાએ પહોંચશે.

એડીબી દક્ષિણ પૂર્વી એશિયા વિશે કહ્યું કે આ ક્ષેત્રમાં આ વર્ષે તેમજ આગામી વર્ષે આશરે 5 ટકાના દરે  વૃદ્ધિ કરશે. અહેવાલ પ્રમાણે ઘરેલું માંગ વધવાથી  નિકાસની નબળી વૃદ્ધિની અસર ઓછી થશે. આવક વધવાથી ગ્રાહકો વિવિધ વસ્તુઓની ખરીદી કરે છે.  અને  તેના કારણે ઉપભોગમાં તેજી તેમજ નરમ ફુગાવાને કારણે આર્થિક ગતિવિધિઓમાં તેજી આવશે