transfer/ ગુજરાતમાં IASની બદલી સાથે સોંપાયા વધારાના ચાર્જ,જાણો કોની કયાં નિમણૂક કરાઇ

રાજયમાં આઇએસના મોટાપાયે બદલી અને વધારાના હવાલા સોંપાયા છે

Top Stories Gujarat
5 26 ગુજરાતમાં IASની બદલી સાથે સોંપાયા વધારાના ચાર્જ,જાણો કોની કયાં નિમણૂક કરાઇ
  • રાજ્ય સરકારના IASને સોંપાયા વધારાના હવાલા
  • આણંદ કલેકટર તરીકે IAS પ્રવીણ ચૌધરીની નિમણુંક
  • અમદાવાદ ડે. મ્યુનિ. કમિશ્નર પ્રવીણ ચૌધરી બન્યા આણંદ કલેકટર
  • નર્મદા વિભાગના અગ્ર સચિવ મનીષ ભારદ્વાજની બદલી
  • ભારદ્વાજની UIDAI માં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક
  • નર્મદા વિભાગના અગ્ર સચિવ તરીકે સી.વી.સોમને જવાબદારી
  • શ્રમ અને રોજગાર વિભાગના કમિશ્નર અનુપમ આનંદને વધારાનો હવાલો
  • આનંદને GSDMA ના CEO તરીકે સોંપાઈ વધારાની જવાબદારી

રાજયમાં આઇએસના મોટાપાયે બદલી અને વધારાના હવાલા સોંપાયા છે. આણંદના કલેકટર તરીખે પ્રવીણ ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે નર્મદા વિભાગના અગ્ર સચિવ મનીષ ભારદ્રાજની બદલી કરવામાં આવી છે તેમને યુઆઇડીએઆઇમાં ડેપ્યુટી ડાયરેકટર જનરલ તરીકે  નિમણૂક કરવામાં આવી છે, જયારે શ્રમ અને રોજગાર વિભાગના કમિશનર અનુપમ આનંદને વધારાનો ચાર્જ સોંપાયો છે.તેમને GSDMA ના CEO તરીકે સોંપાઈ વધારાની જવાબદારી સોપવામાં આવી છે.