Women's Day/ કચ્છના કોહિનુર પાબીબેન રબારીના ટેરવાં કરી રહ્યાં છે કમાલ

કચ્છ્ના કોહિનુર પાબીબેન રબારીના ટેરવાં કરી રહ્યાં છે કમાલ

Gujarat Others Trending
womens day 17 કચ્છના કોહિનુર પાબીબેન રબારીના ટેરવાં કરી રહ્યાં છે કમાલ

વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઉભી કરનાર પાબીબેનને વિશ્વ મહિલાદિને સો સલામ

આજે વિશ્વ મહિલા દીવના દિવસે નાનકડા ગામડામાં રહીને પોતાના ઓજસના અજવાળા પાથરતા મહિલાઓની આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારે આપણે કચ્છના નાનકડા એવા ગામડાના પાબી બેનને કેમ ભૂલી શકાય.

womens day 18 કચ્છના કોહિનુર પાબીબેન રબારીના ટેરવાં કરી રહ્યાં છે કમાલ

જેમનાં ટેરવાંની તાકાતે કચ્છી રબારી હરીભરી ભરતકામને વિશ્વસ્તરે લોકપ્રિય બનાવ્યું  છે એમના એ જ ટેરવાં  આજે  ઈ-માર્કેટીંગથી મિલીયોનર હાઉસવાઈફ્ના નામે વંચાયા અને ૭૦થી વધુ પ્રકારની પાબીબેગથી પ્રસિધ્ધ થયા એવા પાબીબેન કોઈના પરિચયના મોહતાજ નથી. ભારતના  રબારી સમાજના પ્રથમ મહિલાઉદ્યોગ સાહસિક  એવા ચાર ચોપડી ભણેલાં પણ કોઠાસુઝ્થી  ઈ-બિજ્નેસ વુમનીયા બની  સોશિયલ અને ઈ-મીડિયાનો ઉપયોગ કરી  તેમના ઢેબર રબારીસમાજ અને આસપાસની અનેકો મહિલાઓની રોજગારી બની સૌને આત્મનિર્ભર જીંદગી જીવાડી રહયા છે.

womens day 19 કચ્છના કોહિનુર પાબીબેન રબારીના ટેરવાં કરી રહ્યાં છે કમાલ

૧૮થી વધુ પ્રતિષ્ઠિત એવૉર્ડ અને હોલિવુડ-બોલિવુડ અને વૈશ્વિક્સ્તરે આગવી ઓળખ બનેલાં મુંદ્રા તાલુકાના ફુકડ્સર ગામનાં દિકરી અને અંજાર તાલુકાના ભાદ્રોઈ ગામનાં લક્ષ્મણભાઈ રબારીના ધર્મપત્ની પાબીબેન કચ્છના કોહિનુર છે.   વૈશ્વિક સ્તરે ભરતકામની આગવી ઓળખ ઉભી કરનાર પાબીબેનને  વિશ્વ મહિલાદિને સો  સલામ.

સુરત / પ્રશાસક પ્રફુલ પટેલને તાત્કાલિક પદ પરથી દુર કરવા સ્વ.સાંસદ મોહન ડેલકરના પુત્રની રજૂઆત

Pride / ધતુરિયા જેવા નાનકડા ગામની અંજલિનો હૈદરાબાદમાં ડંકો, ડિઝાઇન કરેલા ડ્રેસિસે જમાવ્યું આકર્ષણ