Loksabha News/ લોકસભામાં સંબોધન : ‘યુપીની તમામ 80 બેઠકો જીતીશું તો પણ EVM પર વિશ્વાસ નહી આવે’ અખિલેશ યાદવે EVM પર ઉઠાવ્યા સવાલ

અખિલેશ યાદવે પણ લોકસભામાં તેમના ભાષણમાં EVM પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો અમે યુપીની તમામ 80 લોકસભા સીટો જીતી લઈએ તો પણ તેમાં ક્યારેય વિશ્વાસ નહીં આવે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 07 02T123058.528 લોકસભામાં સંબોધન : 'યુપીની તમામ 80 બેઠકો જીતીશું તો પણ EVM પર વિશ્વાસ નહી આવે' અખિલેશ યાદવે EVM પર ઉઠાવ્યા સવાલ

Loksabha News: અખિલેશ યાદવે પણ લોકસભામાં તેમના ભાષણમાં EVM પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો અમે યુપીની તમામ 80 લોકસભા સીટો જીતી લઈએ તો પણ તેમાં ક્યારેય વિશ્વાસ નહીં આવે. સમાજવાદી પાર્ટી હંમેશા ઈવીએમની વિરુદ્ધ રહેશે. અમારું વચન છે કે અમે EVM દ્વારા જીતીશું તો પણ તેને હટાવીશું. અયોધ્યા લોકસભા બેઠક પરથી ભાજપની હાર પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું કે અમે અયોધ્યાથી પ્રેમનો સંદેશ લઈને આવ્યા છીએ.

અખિલેશ યાદવના પ્રહાર

અખિલેશ યાદવે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં માત્ર એક જ વસ્તુ થઈ છે – પરીક્ષા માફિયાનો જન્મ. જો સરકાર ભવિષ્યને મારી નાખે છે, તો તે વર્તમાનને કેવી રીતે સુધારશે? અખિલેશ યાદવે કહ્યું કે આ વખતે ઈન્ડિયા અલાયન્સની જીત સકારાત્મક રાજનીતિને આપવામાં આવેલ જનાદેશ છે. તેમણે કહ્યું કે આ સરકાર નોકરીઓ આપવા માંગતી નથી. તેથી જ પેપર લીક થઈ રહ્યા છે. વધુમાં સમાજવાદી પાર્ટીના નેતાએ કહ્યું કે તેઓ વિકાસની વાત કરે છે. અયોધ્યામાં રસ્તાઓ ધસી રહ્યા છે અને છત પડી રહી છે.  જયારે બીજી બાજુ આપણો એક્સપ્રેસ વે જુઓ ત્યાં એરોપ્લેન પણ લેન્ડ કરી શકાય છે.

ચૂંટણીએ આપ્યો સંદેશ

આ ચૂંટણીનો સંદેશ એ છે કે હવે મનસ્વીતા નહીં પણ લોકોની ઈચ્છાનો વિજય થશે. આ દેશ કોઈની મહત્વકાંક્ષાથી નહીં ચાલે. તેમણે કહ્યું કે આજે દેશ માટે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને યુપી માટે 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની વાત થઈ રહી છે. યુપીમાં આવું કંઈ જ બનતું નથી. પહેલીવાર એવું લાગે છે કે પરાજિત સરકાર સત્તા પર છે. જનતા કહી રહી છે કે સરકાર કામ કરતી નથી. આ એવી સરકાર છે જે પડવાની છે.

સરકાર અને ચૂંટણીપંચ કેટલાક લોકો પર વધારે મહેરબાન હતા. EVM પર મને કાલે પણ વિશ્વાસ નહોતા અને આજે પણ વિશ્વાસ નથી. હું 80 બેઠકો જીતું તો પણ મને  EVMમાં વિશ્વાસ નથી. EVM કાલે પણ મુદ્દો હતો અને આજે પણ મુદ્દો છે. અમે સમાજવાદી પાર્ટી સત્તામાં આવીશું ત્યાં EVMનો નિકાલ કરીશું.

PM નરેન્દ્ર મોદી કરી શકે છે આજે સંબોધન

PM નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપશે. તેમની પહેલા એનડીએ સરકારના કેટલાક મંત્રીઓ પણ બોલી શકે છે. સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ NEET પરીક્ષા અને અગ્નિપથ ભરતી યોજનામાં પેપર લીક થવાના આરોપોને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા. એનડીએ સરકારના મંત્રીઓ પહેલા અખિલેશ યાદવે આજે લોકસભામાં સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે આજે EVM પર સવાલ ઉઠાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતમાં તમામ જીવ જંતુઓની યાદી બનાવતા 1 લાખથી વધુ પ્રજાતિઓ હોવાનું સામે આવ્યું

આ પણ વાંચો: આજે NDA સંસદીય દળની બેઠક, PM મોદી સંબોધિત કરશે

આ પણ વાંચો: અમેરિકામાં 83 લાખનું ક્લેમ લેવા નકલી ડેથ સર્ટિફિકેટ બનાવ્યું, કેવી રીતે ખુલી પોલ