Health Tips/ દાંતના દુખાવાથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

કેલ્શિયમની કમીને કારણે દાંતમાં ઘણી તકલીફ વધી જતી હોય છે. દાંતમાં દુખાવો થવો, દાનમાં સડો થવો, પેઢામાં લોહી આવવું વગેરે મુશ્કેલીઓ થાય છે.

Tips & Tricks Lifestyle
Untitled 281 દાંતના દુખાવાથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

દાંત કેલ્શિયમના બનેલ હોય છે અને એટલે કેલ્શિયમ એ આપણા શરીરમાં ખુબ જરૂરી છે. કેલ્શિયમની કમીને કારણે દાંતમાં ઘણી તકલીફ વધી જતી હોય છે. દાંતમાં દુખાવો થવો, દાનમાં સડો થવો, પેઢામાં લોહી આવવું વગેરે મુશ્કેલીઓ થાય છે. આજે અમે તમને અમુક એવા ઘરેલુ ઉપાય જાનવીશું જેનાથી તમને જલ્દી રાહત મળશે.

ઉકાળેલ લસણને દાંતથી ચાવવાનું છે અથવા તો તેના કોગળા કરવાથી પણ દાંતના દુખાવામાં રાહત મળે છે. તમને કડવો ટેસ્ટ પસંદ હોય તો તમે કડવા લીમડાના પાનને પણ દાંત પર ઘસી શકો છો. ગુલાબજળ અને કપૂર બંનેને બરાબર મિક્સ કરીને દાંત પર ઘસશો તો પણ તમને દાંતમાં રાહત મળશે.

Untitled 274 દાંતના દુખાવાથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

ગુલાબજળ, મરીયા અને અક્કલકરને એકસાથે પાણીમાં ઉકાળવા અને પછી તેનાથી કોગળા કરવામાં આવે તો દાંતના દુખાવામાં રાહત મળશે. એક વાટકી રાઈને મધ સાથે ગરમ કરો અને પછી તેને દાંત પર ઘસવાથી રાહત મળે છે. સૂર્યમુખીના મૂળને ઉકાળીને બરાબર ધોઈ લો. સાથે બરફને મોઢામાં રાખો પછી જે રસ નીકળશે તેને દાંતમાં ચૂસતા રહો તેનાથી દાંતના દુખાવામાં રાહત રહેશે.

Untitled 275 દાંતના દુખાવાથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

લીંબડાના દાંતણથી જો નિયમિત દાંતણ કરવામાં આવે તો તમને દાંતનો કોઈ દુખાવો હશે તો તેમાં તો રાહત મળશે જ સાથે સાથે ભવિષ્યમાં દાંત કે મોઢા સંબંધિત કોઈપણ તકલીફ તમને થશે નહિ. નાગરવેલનાં પાનને ઉકાળીને તેના અણીથી કોગળા કરવાથી પણ દાંતના દુખાવામાં રાહત થશે.

Untitled 276 દાંતના દુખાવાથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

તંબાકુ ખાવું એ સ્વાથ્ય માટે ફાયદાકારક નથી પણ જો તમને દાંતમાં દુખાવો થઈ રહ્યો છે તો તમારે તબાકુને લોઢીમાં શેકવાનો છે અને તેની રાખમાં મીઠું મિક્સ કરીને દાંત પર ઘસવાનું રહેશે આમ કરવાથી દાંતના દુખાવામાં રાહત તહ્શે અને સહે સાથે પેઢામાં થતા કળતરમાંથી પણ છુટકારો મળશે.

Untitled 277 દાંતના દુખાવાથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

દાંતની ઝનઝનાટી દૂર કરવા માટે તંબાકુ, અફીણ, લીમડાના પણ આ બધું બરાબર ક્રશ કરી તેની નાની નાની ગોટીઓ બનાવી લો અને પછી દાંતમાં જે જગ્યાએ તકલીફ લગતી હોય ત્યાં એ ગોટી દબાવી દો. મધના નવશેકા પાણીથી જો તમે કોગળા કરો છો તો પણ તમને રાહત રહશે. આનાથી દાંતના પેઢામાં થતી ઝનઝનાટી ઓછી થઇ જશે અને તમે તમારું મનપસંદ ભોજન ખાઈ શકશો.

Untitled 278 દાંતના દુખાવાથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

દાંતના દુખાવામાં એક અસરકારક ઉપાય છે લવિંગ. લવિંગને મોઢામાં રાખીને ચુસો અને તે પોચું થઇ જાય પછી તેને થોડું થોડું દાંતથી દબાવી તેનો જે રસ નીકળે તેને લાળમાં મિક્સ કરીને આખા મોઢામ ફેરવો. પછી ફરીથી એની એજ પ્રોસેસ કરો આમ કરવાથી તમને જલ્દી જ રાહત મળી જશે અને તમારા મોઢામાં દુર્ગન્ધ પણ આવશે નહિ.

Untitled 279 દાંતના દુખાવાથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય