National News/ સમલૈંગિક સંબંધ બાંધતી વખતે પ્રૌઢનું મોત, આરોપી યુવક ઘણા વર્ષોથી બાંધતો હતો શારીરિક સંબંધ, યુવકની કરાઈ ધરપકડ

મુંબઈ એક પ્રૌઢની સાથે 34 વર્ષીય યુવક અવારનવાર સમલૈંગિક સંબંધ બાંધતો હતો, થોડો સમય વિત્યા બાદ સમલૈંગિક સંબંધ બાંધતી વખતે પ્રૌઢનું મૃત્યું નીપજ્યું હતું.

India Mumbai News

National News : મુંબઈથી એક ચોંકાવનારા અને નરાધામો બેફામ બન્યા હોય તેવા જ એક સમાચાર સામે આવ્યા છે દક્ષિણ મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં સમલૈંગિક સંબંધ બાંધતી વખતે 55 વર્ષીય પ્રૌઢનું મોત થયું હતું. આ ઘટનામાં 34 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રૌઢ અને આરોપી વચ્ચે ઘણાં વર્ષોથી સમલૈંગિક સંબંધ હતા. 14 ફેબ્રુઆરીના રોજ પણ તેઓ વચ્ચે સંબંધ બંધાયા હતા, ત્યારે પ્રૌઢ બેભાન થઈ ગયો હતો.

આરોપીએ બેભાન પાર્ટનરને હોસ્પિટલમાં લઈ જવાને બદલે તેને મરવાની હાલતમાં છોડી દીધો હતો અને તેનો મોબાઈલ ફોન લઈને ભાગી ગયો હતો. એલ.ટી. માર્ગ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી અમિત દિવેકરની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરાતા તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

પ્રૌઢનો મૃતદેહ 16 ફેબ્રુઆરીએ તેમના ઘરેથી મળી આવ્યો હતો. તેમના પિતરાઈએ ઘરમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ પોલીસને કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રૌઢના મોત અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે જો પ્રૌઢને સમયસર તબીબી મદદ મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત. આરોપી અગાઉ કાલબાદેવી વિસ્તારમાં રહેતો હતો, પરંતુ હાલમાં તે બોરીવલીમાં રહે છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે