SAFF Championship 2023/ Final Live: પ્રથમ હાફ સુધી ભારત-કુવૈત 1-1 થી બરાબરી પર

ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમ પાસે ઈતિહાસ રચવાની તક છે.જ્યારે તે મંગળવારે બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં SAFF ચેમ્પિયનશિપ (SAFF Championship) ફાઇનલમાં કુવૈત સામે ટકરાશે. ભારત પાસે તેની નવમી SAFF ચેમ્પિયનશિપ ટ્રોફી જીતવાની તક છે. SAFF ચેમ્પિયનશિપમાં ભારતીય ફૂટબોલ ટીમનો ફાઇનલમાં કુવૈત સામે મુકાબલો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી […]

Top Stories Sports
SAFF Championship 2023 Final India Vs Kuwait Football Match Final Live: પ્રથમ હાફ સુધી ભારત-કુવૈત 1-1 થી બરાબરી પર

ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમ પાસે ઈતિહાસ રચવાની તક છે.જ્યારે તે મંગળવારે બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં SAFF ચેમ્પિયનશિપ (SAFF Championship) ફાઇનલમાં કુવૈત સામે ટકરાશે. ભારત પાસે તેની નવમી SAFF ચેમ્પિયનશિપ ટ્રોફી જીતવાની તક છે.

SAFF ચેમ્પિયનશિપમાં ભારતીય ફૂટબોલ ટીમનો ફાઇનલમાં કુવૈત સામે મુકાબલો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. હાફ ટાઈમ પર સ્કોર 1-1 થી બરાબર છે. ભારતીય ટીમ આ વખતે ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. તેણે ગ્રુપ રાઉન્ડમાં પાકિસ્તાન અને નેપાળને પરાજય આપ્યો હતો. ત્યાં કુવૈત સાથેનો મુકાબલો ડ્રો રહ્યો હતો. સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ લેબેનોન સામે પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી હતી.

ભારતે કુવૈતને હરાવ્યું છે.
માત્ર બે અઠવાડિયા પહેલા જ ભારતે ફાઇનલમાં લેબનોનને હરાવીને ઇન્ટરકોન્ટિનેન્ટલ કપની ટ્રોફી જીતી હતી. ભારતે ચેમ્પિયનશિપની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરી હતી, જેમાં કેપ્ટન છેત્રીએ હેટ્રિક નોંધાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. આ પછી ભારતે નેપાળને 2-0 થી હરાવ્યું હતું. કુવૈત સામેની મેચમાં પણ ભારતનો 1-0થી વિજય થયો હતો.

છેલ્લી મેચમાં લેબનોનને હરાવ્યું
માત્ર ભારતની ઈરાન સામેની મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. આ પછી ભારતે લેબનોનને 4-2થી હરાવ્યું હતું. જો કે ભારત ચેમ્પિયનશિપ 2023માં આ પહેલા એક વખત લેબનોન સામે પણ હારનો સ્વાદ ચાખ્યું છે. હવે જોવાનું એ રહેશે કે કુવૈતને હરાવીને ભારત ચેમ્પિયનશિપ જીતવામાં સફળ રહેશે કે નિષ્ફળ.

ભારતીય કેપ્ટન શાનદાર ફોર્મમાં છે
ભારતીય સુકાની સુનીલ છેત્રી છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે અને તેણે SAFF ચેમ્પિયનશિપમાં 3 મેચમાં 5 ગોલ કર્યા છે. તે 2023ની ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. આજે ફાઇનલમાં ભારતની ટીમ ઓરેન્જ જર્સીમાં અને કુવૈતની ટીમ બ્લુ જર્સીમાં રમશે.