આરોપ/ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પર જાહેર સંપતિની ચોરી કરવાનો આરોપ

તાજિકિસ્તાનમાં અફઘાન દૂતાવાસે ઈન્ટરપોલને અશરફ ગનીને કસ્ટડીમાં લેવા કહ્યું છે

Top Stories World
asharaf 123 અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પર જાહેર સંપતિની ચોરી કરવાનો આરોપ

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વધતો પ્રભાવ જોઈને તેના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા. હાલમાં તે કયા દેશમાં છે તેની કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ હવે તાજિકિસ્તાનમાં અફઘાન દૂતાવાસે ઈન્ટરપોલને અશરફ ગનીને કસ્ટડીમાં લેવા કહ્યું છે. દૂતાવાસે ઈન્ટરપોલને અશરફ ગની, હમદલ્લાહ મોહિબ અને ફઝલ મહમૂદ ફઝલીને જાહેર સંપત્તિની ચોરીના આરોપમાં અટકાયત કરવા કહ્યું છે જેથી આ ભંડોળ અફઘાનિસ્તાનને પરત કરી શકાય.રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાનથી ચાર કાર ભરીને રૂપિયા લઇને ભાગ્યા હતા આ વાતની પુષ્ટિ રશિયાના પ્રવકતાએ કરી હતી. જેના અનુંસધાનમાં તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરવાની વાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીખ છે કે અશરફ ગની 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનથી ભાગી ગયા હતા  આના થોડા સમય બાદ તાલિબાને રાજધાની કાબુલ સહિત રાષ્ટ્રપતિના નિવાસસ્થાનનો કબજો કરી લીધો છે,રાષ્ટ્રપતિ અશરફ ગની એ ફેસબુક પેજ પર  અફઘાનિસ્તાન છોડવા બાબતે તેમણે કહ્યું હતું કે તેઓ દેશમાં લોહીલુહાણ અને વિનાશ રોકવા માટે દેશ છોડી જઇ રહ્યા છે.આ ઉપરાંત એવી પણ માહિતી બાહર આવી હતી કે અશરફ ગની ચાર કાર ભરીને રૂપિયા અને એક હેલિકોપ્ટર લઇને ભાગ્યા હતા.

અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થતાં અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે નિયમોને ટાંકીને પોતાને દેશના રખેવાળ રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. તાજિકિસ્તાનમાં અફઘાનિસ્તાન દૂતાવાસે તેની ઓફિસમાંથી અશરફ ગનીની તસવીરો હટાવી અને અમરૂલ્લાહ સાલેહની તસવીર લગાવી દીધી છે.