Covid-19/ સુરતમાં 245 દિવસ બાદ કોરોનાનાં 1 હજારથી વધુ કેસ નોંધાયા

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાનાં કેસ હવે સરકાર માટે પણ ચિંતાનો વિષય બની ગયુ છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે, જો કે આ મામલે સુરત પણ પાછળ નથી.

Top Stories Gujarat Surat
સુરતમાં કોરોના વિસ્ફોટ
  • સુરતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
  • સુરતમાં 245 દિવસ બાદ 1 હજારને પાર કેસ
  • 6 મે 2021ના રોજ 1039 કેસો નોંધાયા હતા
  • સુરતમાં ગઈકાલે 1193 કેસ નોંધાયા
  • અઠવા ઝોનમાં 484, રાંદેર ઝોનમાં 220 કેસ
  • વરાછા ઝોનમાં 104 કેસો નોંધાયા
  • 94 વિદ્યાર્થીઓ, 6 શિક્ષકોને પણ કોરોના
  • શહેરના 3 ડોકટર પણ કોરોનાની ઝપેટમાં
  • 84 ડાયમન્ડ ટેક્સટાઇલ વેપારીઓને કોરોના
  • 1193 નવા કેસની સામે માત્ર 1 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાનાં કેસ હવે સરકાર માટે પણ ચિંતાનો વિષય બની ગયુ છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે, જો કે આ મામલે સુરત પણ પાછળ નથી. શહેરમાં પણ કોરોનાનાં કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

આ પણ વાંચો – WHO / કોરોનાના લીધે વિશ્વની સ્વાસ્થ સિસ્ટમ પર સીધી અસર પડી,એક જ સપ્તાહમાં 71 ટકા કેસ નોંધાયા

આપને જણાવી દઇએ કે, સુરતમાં લગભગ 245 દિવસ બાદ 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગુરુવારને સામે આવેલા આ 1039 કેસ લોકો માટે એખ ચેતવણી સમાન છે. અહી અઠવા ઝોનમાં 484, રાંદેર ઝોનમાં 220 કેસ, વરાછા ઝોનમાં 104 કેસ નોંધાયા છે. વળી આ ઉપરાંત શહેરમાં 94 વિદ્યાર્થી, 6 શિક્ષક પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. શહેરનાં 3 ડોક્ટર પણ કોરોનાથી બચી શક્યા નથી. સુરતમાં સ્થિતિ રોજ ખરાબ બનતી જઇ રહી છે. સમાચાર મળી રહ્યા તે મુજબ, 84 ડાયમન્ડ ટેક્સટાઇલ વેપારીઓને પણ કોરોનાએ પોતાની ઝપટમાં લઇ લીધેલ છે. સુરતમાં 1193 નવા કેસની સામે માત્ર 1 દર્દી જ ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.  આ પહેલા સુરતનાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં 57 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ હડકંપ મચી જવા પામ્યુ હતુ. સુત્રનાં જણાવ્યા અનુસાર, 14 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. લગભગ 474 વિદ્યાર્થીઓનાં કોરોનાનાં રેપિડ ટેસ્ટ કરાયા હતા. જે પૈકી 57 વિદ્યાર્થીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સમાચાર સામે આવ્યા બાદ તંત્ર દ્વારા યુનિવર્સિટીનું ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતુ. હવે ખબર છે કે તમામ વિદ્યાર્થીઓને હોમ ક્વોરેન્ટિન કરવામાં આવશે.