Good News!/ લગ્નના 6 મહિના બાદ દિયા મિર્ઝાએ આપ્યો પુત્રને જન્મ, જાણો શું પાડ્યું નામ…

મારી પ્રેગનેન્સી દરમ્યાન મને અચાનક અપેંડેક્ટોમી થયું. ત્યારબાદ ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેકશન થયું. તેના સંક્રમણથી સેપ્સિસ થઇ શકતું હતું…

Trending Entertainment
A 231 લગ્નના 6 મહિના બાદ દિયા મિર્ઝાએ આપ્યો પુત્રને જન્મ, જાણો શું પાડ્યું નામ...

બોલીવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ એક બેબી બોયને જન્મ આપ્યો છે. આ વિશે માહિતી એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. આ સાથે તેણે તેના પુત્રની એક ઝલક પણ ચાહકો સાથે શેર કરી છે. દિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા કેપ્શન આપ્યું – દીયાએ આગળ લખ્યું- ‘આ શબ્દો આ સમયે વૈભવ અને મારી ભાવનાઓનું સંપૂર્ણ ઉદાહરણ છે. અમારા હાર્ટથ્રોબ, અમારા પુત્ર અવ્યાન આઝાદ રેખીનો જન્મ 14 મે ના રોજ થયો હતો. વહેલા પહોંચ્યા પછી, અમારા નાના ચમત્કારની નવજાત આઇસીયુમાં નર્સો અને ડોકટરો સંભાળ રાખવામાં આવી હતી.

મારી પ્રેગનેન્સી દરમ્યાન મને અચાનક અપેંડેક્ટોમી થયું. ત્યારબાદ ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેકશન થયું. તેના સંક્રમણથી સેપ્સિસ થઇ શકતું હતું અને જીવ ખતરામાં પડી શકતો હતો. શુક્રિયા કે સમય પર થયેલી દેખભાળ અને ડૉકટર્સની મદદથી ઇમરજન્સીમાં સી-સેક્શનના સહારે મારા બાળકનો સુરક્ષિત જન્મ થયો.

આ પણ વાંચો :અમીષા પટેલ પાસે છે 300 જેટલા શૂઝ, વિડીયોમાં જુઓ તેનું શૂ કલેક્શન

Instagram will load in the frontend.

દિયા મિર્ઝાએ કહ્યું કે ટૂંક સમયમાં જ મારો દિકરો ઘરે હશે. તેની મોટી બહેન સમાયરા અને ગ્રાન્ડ પેરેન્ટસ અવ્યાનને ખોળામાં લેવા રાહ જોઇ રહ્યા છે.

દિયાએ આગળ લખ્યું – હું મારા ચાહકો અને મને પ્રેમ કરતા લોકોનો આભાર માનું છું. તમારી ચિંતા અમારા માટે ઘણી મહત્વની છે, જો આ સમાચાર વહેલા શેર કરી શકતા, તો અમે ચોક્કસપણે કરતા. તમારા પ્રેમ, વિશ્વાસ અને પ્રાર્થના માટે આભાર.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :એક્ટ્રેસ કરીના કપૂર ખાન પર થઇ શકે છે કેસ, જાણો શું છે કારણ

ઘણા સેલેબ્સે દિયાની પોસ્ટ પર ટિપ્પણી કરીને અભિનંદન પાઠવ્યા છે. મલાઈકા અરોરાએ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યા. બીજી તરફ બિપાશા બાસુએ લખ્યું – પ્રેમ, પ્રેમ, પ્રેમ અને ઘણું પ્રેમ.

આપને જણાવી દઈએ કે, આ વર્ષે 15 ફેબ્રુઆરીએ દિયા મિર્ઝા અને વૈભવ રેખી લગ્ન બંધનમાં બંધાયા હતા. લગ્નના દોઢ મહિના પછી દીયાએ તેની ગર્ભાવસ્થાની ઘોષણા કરી દીધી હતી. જ્યારે તે હનીમૂન માટે માલદિવ્સ ગઈ ત્યારે તેણે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી અને ચાહકોને આ સારા સમાચાર વિશે જણાવ્યું. ઘણા લોકોએ ગર્ભાવસ્થાની ઘોષણા કર્યા પછી દિયાને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :થલાઈવીથી લઈને સૂર્યવંશી સુધીની આ મૂવીઝને નડ્યું કોરાના, હજુ પણ રિલીઝ માટે જોઈ રહી છે રાહ

દિયાએ જ્યારે તેની પ્રેગન્નસિની ખબર આપી હતી ત્યારે પણ તેને સોશિયલ મીડિયામાં પોતાનો ફોટો શેર કર્યો હતો. ત્યારે દિયાએ સનસેટ બતાવતીને શરે કરી હતી. સનસેટને જોતી દિયાએ બેબી બમ્પ પર હાથ મૂક્યો હતો. આ તસવીર પોસ્ટ કર્યા બાદ દિયાએ ભાવુક મેસેજ શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું, ‘ધરતીની જેમ માતા બનવાના આશીર્વાદ મળ્યા. એક જીવનની સાથે જે તમામ બાબતો તથા દરેક વસ્તુની શરૂઆત છે. હાલરડાં, ગીત, નવા છોડ તથા આશાના ફૂલ ખિલવાની. મારા ગર્ભમાં તમામ સપનાઓથી શુદ્ધ સપનાના પારણા કરવાના આશીર્વાદ મળ્યા.’

આ પણ વાંચો :250 કરોડ બજેટમાં બનશે સૌરવ ગાંગુલીની બાયોપિક ,આ અભિનેતા નિભાવશે તેની ભૂમિકા