kartarpur corridor/ 74 વર્ષ બાદ કરતારપુર સાહિબમાં બે ભાઈઓ મળ્યા,પાકિસ્તાન હાઈ કમિશને વિઝા આપ્યા

પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા કહેવામાં આવ્યું છે કે પંજાબમાં રહેતી સિકા ખાનને વિઝા આપવામાં આવ્યો છે.

Top Stories India
punjab 1 74 વર્ષ બાદ કરતારપુર સાહિબમાં બે ભાઈઓ મળ્યા,પાકિસ્તાન હાઈ કમિશને વિઝા આપ્યા

ભારત અને પાકિસ્તાનના ભાગલાની ના ભૂલાય એવી વાર્તા આજેપણ લોકોના માનસપટ પર છવાયેલા જોવા મળે છે. . આ વિભાજનની ખૂબ જ ભાવનાત્મક વાર્તાઓ એ સમયગાળો જોનારા લોકો પાસેથી સાંભળવા મળે છે. આવો જ એક કિસ્સો થોડા દિવસો પહેલા સામે આવ્યો હતો. જેમાં બે ભાઈઓ 1947 પછી પહેલીવાર કરતારપુર સાહિબમાં મળ્યા હતા. બંને ભાઈઓ એકબીજાને ગળે મળીને રડતા હોવાનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. હવે પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા કહેવામાં આવ્યું છે કે પંજાબમાં રહેતી સિકા ખાનને વિઝા આપવામાં આવ્યો છે.

પાકિસ્તાન હાઈ કમિશને ટ્વીટ કર્યું
ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશને આ બંને વડીલોની તસવીર ટ્વીટ કરી છે. એવું પણ કહેવાય છે કે, સિકા ખાનને પાકિસ્તાનમાં રહેતા તેના ભાઈ મોહમ્મદ સિદ્દીકી અને તેના પરિવારને મળવા માટે વિઝા આપવામાં આવ્યો છે. બંને ભાઈઓ 1947માં અલગ થઈ ગયા હતા અને 74 વર્ષ પછી બંને કરતારપુર કોરિડોર પર મળ્યા હતા.

થોડા દિવસો પહેલા કરતારપુર સાહિબ કોરિડોરથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં બે વડીલો જુસ્સાથી એકબીજાને ભેટી રહ્યા હતા. 74 વર્ષ બાદ આ બંને ભાઈઓની મુલાકાતની ઘટનાએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જે બાદ લોકોએ કરતાપુર કોરિડોરને લઈને ભારત અને પાકિસ્તાન સરકારના વખાણ કર્યા હતા. આ બંને ભાઈઓ એકબીજા સાથે લાંબા સમય સુધી વાતો કરતા હતા. જે બાદ હવે પંજાબમાં રહેતી સિકા ખાન તેના ભાઈને મળવા પાકિસ્તાન જશે.