રાજકીય/ મધ્યપ્રદેશમાં ‘નવું વર્ષ-નવી સરકાર’ના લાગ્યા પોસ્ટર, કમલનાથ માટે લખવામાં આવ્યું..

મધ્યપ્રદેશ કોંગ્રેસે નવા વર્ષ પર નવા અભિયાનની શરૂઆત કરી છે. આ અંતર્ગત કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં ‘નવું વર્ષ, નવી સરકાર’ના નારા સાથે બેનરો અને હોર્ડિંગ્સ લગાવ્યા છે

Top Stories India
Kamal Nath

Kamal Nath: મધ્યપ્રદેશ કોંગ્રેસે નવા વર્ષ પર નવા અભિયાનની શરૂઆત કરી છે. આ અંતર્ગત કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં ‘નવું વર્ષ, નવી સરકાર’ના નારા સાથે બેનરો અને હોર્ડિંગ્સ લગાવ્યા છે. ખાસ વાત એ છે કે આ તમામ હોર્ડિંગ્સ અને પોસ્ટરમાં કમલનાથને ભાવિ મુખ્યમંત્રી લખવામાં આવ્યા છે.

પોસ્ટરો અને હોર્ડિંગ્સમાં કમલનાથને ભાવિ સીએમ કહેવાની સાથે સાથે રાજ્યની જનતાને વચનો પણ આપવામાં આવ્યા છે. શહેરોમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સમાં લખવામાં આવ્યું છે કે, ‘કમલનાથ સરકાર હવે અંધકારને ખતમ કરશે’, તો કેટલાકમાં લખવામાં આવ્યું છે – ‘કાલને સોનેરી આકાર આપવા માટે, કમલનાથ સરકાર આવી રહી છે’.

આ સિવાય ઘણા પોસ્ટરમાં ‘મધ્યપ્રદેશની હાકલ, કમલનાથ સરકાર’ અને કેટલાકમાં ‘નવા સંકલ્પો સાથે, વિશ્વાસ અને વિકાસ સાથે ચાલશે, કમલનાથ સરકાર આવી રહી છે’ લખેલું છે. રાજ્યના ઘણા શહેરો આ પોસ્ટરો અને હોર્ડિંગ્સથી છવાયેલા છે.

તમામ પોસ્ટરમાં કોંગ્રેસ તરફથી કમલનાથને મુખ્યમંત્રીનો ચહેરો દર્શાવવા ઉપરાંત ભાજપ સરકારની નિષ્ફળતાઓ પણ દર્શાવવામાં આવી છે. આ તમામ પોસ્ટરો પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા, ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કમલનાથ જનતાને જૂના વચનો પૂરા કરવા અને નવી માંગણીઓ સ્વીકારવાનું આશ્વાસન આપી રહ્યા છે. વર્ષના અંતિમ દિવસે ટ્વીટ કરીને તેમણે યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું છે.

મલનાથે ટ્વીટ કરીને લખ્યું છે – રાજ્યમાં સરકારી નોકરીઓની જગ્યાઓ ખાલી છે, તેમ છતાં યુવાનોને નોકરી આપવામાં આવી રહી નથી. અમારી સરકારે ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ સત્તાધારીઓએ યુવાનો પાસેથી નોકરીનો અધિકાર છીનવી લીધો. કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ રાજ્યભરમાં ભરતી અભિયાન ચલાવીને યુવાનોનું ભવિષ્ય સુધારીશું.

જયારે આ પહેલા, અચોક્કસ મુદતની હડતાળ પર બેઠેલા કોન્ટ્રાક્ટ પરના આરોગ્ય કર્મચારીઓને ખાતરી આપવામાં આવી હતી કે કોંગ્રેસની સરકાર બન્યા પછી તેમની માંગણીઓ અગ્રતાના આધારે પૂરી કરવામાં આવશે. આ સિવાય તાજેતરમાં જ કમલનાથે પોલીસકર્મીઓને સાપ્તાહિક રજા અને કોંગ્રેસની સરકાર આવશે ત્યારે ખેડૂત લોન માફી યોજના ફરી શરૂ કરવાનું વચન પણ આપ્યું છે.

ધમકી/ RSS હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ એલર્ટ, સુરક્ષામાં વધારો

Coronavirus In India/ એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગમાં અત્યાર સુધીમાં આટલા વિદેશી મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા, રાખવામાં આવી રહી છે આ તકેદારી