Not Set/ લાંબા સમય બાદ સ્ટેડિયમમાં પ્રેક્ષકોનો અવાજ ગુંજશે

જોકે મર્યાદિત સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે, એટલે કે સ્ટેડિયમમાં સોશ્યિલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવશે

Sports
Untitled 165 લાંબા સમય બાદ સ્ટેડિયમમાં પ્રેક્ષકોનો અવાજ ગુંજશે

  કોરોનાની મહામારીના કારણે  છેલ્લા 2 વર્ષથી ક્રિકેટ રસિકો મેચ સ્ટેડીયમ માં જોઈ શકતા નહતા ત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની અધૂરી રહેલી મેચોની શરૂઆત 19 સપ્ટેમ્બરથી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચથી થશે. આ મેચ શરૂ થતા પહેલા એક મોટી ખુશખબર આવી છે. કોરોના વાયરસના કારણે IPL પ્રેક્ષકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાઈ રહી હતી, પરંતુ  BCCIએ માહિતી આપી કે હવે બીજા તબક્કામાં પ્રેક્ષકો માટે સ્ટેડિયમ ખુલ્લા મુકવામાં આવશે. જોકે મર્યાદિત સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે, એટલે કે સ્ટેડિયમમાં સોશ્યિલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચો :સુરત માં દરેક ઝોનમાં મોબાઈલ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવશે

પ્રેક્ષકો 16 સપ્ટેમ્બરથી IPL મેચો માટે ટિકિટ ખરીદી શકે છે. IPLની સત્તાવાર વેબસાઇટ www.iplt20.com પરથી ટિકિટ ખરીદી શકાશે. આ સિવાય, platinumlist.net પરથી પણ ટિકિટ ખરીદી શકાશે. કોરોના વાયરસના કારણે આ વર્ષે મે મહિનામાં 14મી સીઝન મુલતવી રાખવામાં આવી હતી. ભારતમાં કોરોના વાયરસના ઘણા બધા કેસ સામે આવ્યા બાદ કેટલાક ખેલાડીઓ પણ સંક્રમિત થયા હતા, ત્યારબાદ ટૂર્નામેન્ટ સ્થગિત કરવી પડી હતી.

આ પણ વાંચો :UNHRCમાં ભારતે ઇસ્લામિક સંગઠન અને પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર જાણો

ગયા વર્ષની જેમ આ વખતે પણ IPL 2021 નો બીજો તબક્કો દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 19 સપ્ટેમ્બરે દુબઈમાં મેચ યોજાશે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ બીજા દિવસે અબુ ધાબીમાં મેચ રમશે. શારજાહમાં પ્રથમ મેચ 24 સપ્ટેમ્બરે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે થશે. ગયા વર્ષે, શારજાહે છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ જોયો હતો અને આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી શકે છે.