સુપરસ્ટાર આમિર ખાન બાદ હવે સલમાન ખાને પણ પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી ‘હર ઘર તિરંગા અભિયાન’માં જોડાઈને દેશવાસીઓ પોતાના ઘરે તિરંગો લહેરાવી રહ્યા છે અને તમામ દિગ્ગજ સ્ટાર્સ પણ આ મિશનમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં આમિર ખાન દ્વારા ઘરે તિરંગો ફરકાવ્યા બાદ હવે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પણ તિરંગો લહેરાવતો જોવા મળ્યો હતો.
આ બોલિવૂડ સ્ટાર્સે તિરંગો ફરકાવ્યો હતો
આઝાદીના 75 વર્ષ પૂરા થયાનો આનંદ દેશના લોકોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં રહે છે અને તેના ઘરે લહેરાતો તિરંગો જોઈને ઘણા ફોટોગ્રાફર્સે તસવીરો અને વીડિયો રેકોર્ડ કર્યા જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શિલ્પા શેટ્ટી, રિતિક રોશન, અક્ષય કુમાર, કંગના રનૌત, અનિલ કપૂર અને સની દેઓલ જેવા તમામ સ્ટાર્સ આ મિશનનો હિસ્સો બની ગયા છે.
20 કરોડનો તિરંગા લહેરાવવાનું છે લક્ષ્ય
આપને જણાવી દઈએ કે ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ સરકાર, સંસ્કૃતિ મંત્રાલય અને તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત અન્યોએ પણ ભારતના નાગરિકોને 13 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરો પર તિરંગો ફરકાવવાની અપીલ કરી છે. અભિયાનની વેબસાઈટ દ્વારા મંત્રાલય તેમના ઘરોમાં ધ્વજ લગાવવાની યોગ્ય રીતો સૂચવી રહ્યું છે અને લોકોને તિરંગા સાથે સેલ્ફી લેવાની અપીલ કરી રહ્યું છે. સ્વતંત્રતા દિવસ સુધી ઓછામાં ઓછા 20 કરોડ ધ્વજ ફરકાવવાનો વિચાર છે.
આ પણ વાંચો:રાકેશ ઝુનઝુનવાલાએ 6 મહિના પહેલા 3Mની આગાહી કરી હતી,આજે એ સાચી પડી!
આ પણ વાંચો:PM મોદીએ રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- તેમણે આર્થિક જગતમાં અમીટ છાપ છોડી
આ પણ વાંચો:બનાસકાંઠામાં લોક અદાલતને અભૂતપૂર્વ સફળતાઃ કોર્ટોમાં ચાલતા કેસો પૈકી કુલ-૭,૭૯૪ કેસોનો નિકાલ
આ પણ વાંચો:છેલ્લાં 45 વર્ષથી હિંદુ બહેન મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધીને કરે છે રક્ષાબંધનની ઊજવણી
આ પણ વાંચો:ભાવનગરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે મોત