Not Set/ આમિર, માધવન બાદ હવે મિર્ઝાપુર એક્ટર વિક્રાંત મેસી કોરોના સંક્રમિત

બોલિવૂડમાં કોરોનાનું ગ્રહણ આજે પણ યથાવત છે. આમિર ખાન, આર માધવન બાદ તાજેતરમાં અભિનેતા વિક્રાંત મેસી કોરોનાવાયરસથી સંક્રમિત હોવાનુ સામે આવ્યુ છે.

Top Stories Entertainment
Mantavya 140 આમિર, માધવન બાદ હવે મિર્ઝાપુર એક્ટર વિક્રાંત મેસી કોરોના સંક્રમિત

બોલિવૂડમાં કોરોનાનું ગ્રહણ આજે પણ યથાવત છે. આમિર ખાન, આર માધવન બાદ તાજેતરમાં અભિનેતા વિક્રાંત મેસી કોરોનાવાયરસથી સંક્રમિત હોવાનુ સામે આવ્યુ છે. વિક્રાંચે સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે હવે તે આઇસોલેશનમાં છે.

New Invention / હવે આવી ગયુ માત્ર નાકવાળું માસ્ક, આસાનીથી ખાઇ-પી શકશો

“બધાને નમસ્કાર. શૂટ પર જરૂરી સાવચેતી હોવા છતાં, મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આઇસોલેશનમાં. છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે સંપર્કમાં રહેલા બધાને તપાસ કરાવી લેવા વિનંતી, ASAP. હું સૂચવેલી દવાઓ અને પર્યાપ્ત આરામ લઈ રહ્યો છું અને હાલમાં ઠીક છું. મૂળ બાબતોને સાચી કરવા અને પોતાના ઘરોની બહાર પગ મૂકવા માટે દરેકને આગ્રહ કરતા, માત્ર IF NECESSARY.” આપને જણાવી દઈએ કે, વિક્રાંત મેસી પહેલા ઘણા સ્ટાર્સ તાજેતરમાં જ કોવિડની ઝપટમાં આવી ગયા છે. આ સ્ટાર્સની યાદીમાં પરેશ રાવલ, મિલિંદ સોમન, આમિર ખાન, આર માધવન, રણબીર કપૂર, મનોજ બાજપેયી, કાર્તિક આર્યન, સિદ્ધાંત ચતુર્વેદી, તારા સુતરિયા અને સતિષ કૌશિકનો સમાવેશ થાય છે.

કોરોના બ્લાસ્ટ / બ્રાઝિલમાં કોરોના બ્લાસ્ટ ,24 કલાકમાં 3,600ના મોતથી હાહાકાર,વિદેશી મુસાફરોને જર્મનીની ચેતવણી

આપને જણાવી દઇએ કે, દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. અહી કોરોના વાયરસનાં નવા કેસોની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. દરરોજ હજારો નવા સંક્રમણ નોંધાઇ રહ્યા છે. આજે તમામ જુના રેકોર્ડ તૂટી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ મળી આવ્યા છે. મુંબઈમાં પણ અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. બીજી તરફ, રાજ્યમાં કોરોના પર પ્રતિબંધ મૂકવા માટે નાઈટ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 40,414 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 108 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 27,13,875 લોકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે, જ્યારે 54,181 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલમાં 3,25,901 સક્રિય કેસ છે. શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં 35,726 નવા કેસ નોંધાયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ