Not Set/ અમદાવાદ બાદ કચ્છથી સામે આવ્યો મ્યુકોરમાઇકોસીસનો ચોંકાવનારો કેસ

કોરોના વાયરસની બીજી લહેર સામે માંડ રાહત મળી ત્યાં તેના કરતાં પણ ભયંકર બીમારીએ લોકોને પોતાની ઝપેટમાં લેવાની શરૂઆત કરી દીધી છે.

Top Stories Gujarat Others
A 301 અમદાવાદ બાદ કચ્છથી સામે આવ્યો મ્યુકોરમાઇકોસીસનો ચોંકાવનારો કેસ

કોરોના વાયરસની બીજી લહેર સામે માંડ રાહત મળી ત્યાં તેના કરતાં પણ ભયંકર બીમારીએ લોકોને પોતાની ઝપેટમાં લેવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં મ્યુકોરમાઈકોસીસને એક મહામારી જાહેર કરી દેવામાં આવી છે, ત્યાં આ બીમારીના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. હવે આ મહામારીની ઝપેટમાં બાળકો પણ આવી રહ્યા છે.

અમદાવાદ બાદ હવે કોરમાઇકોસીસનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે કચ્છથી સામે આવ્યો છે. જ્યાં એક 14 વર્ષીય તરુણીમાં મ્યુકોરમાઇકોસીસના લક્ષણ જોવા મળ્યા  છે.  મળતી માહિતી અનુસાર 14 વર્ષીય તરુણી થોડા જ સમય પહેલા કોરોનાગ્રસ્ત થઈ હતી. કોરોનાથી સંપૂર્ણ સ્વસ્થ થાય એ પહેલાં જ તરુણીમાં મ્યુકોરમાઇકોસીસના લક્ષણ જોવા મળ્યા હતા. શરૂઆતમાં આંખમાં સામાન્ય તકલીફ થઈ, ત્યારબાદમાં નાકમાં સમસ્યા થતા તરુણીનું MRI કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :હળવદની સરા ચોકડીથી સરા સુધીના રોડમા અનેક સમસ્યાઓ

કોરોના ની સારવાર ઘરે જ લેતી તરુણીને સ્ટેરોઇડ આપવાની ફરજ પડી હતી. સારવાર માટે વાપરવામાં આવેલા સ્ટેરોઇડના કારણે તરુણીમાં બ્લડ સુગર નું પ્રમાણ ખૂબ વધી હતું. જેથી સુગરને કંટ્રોલમાં લાવવા તરુણીને ઈન્સ્યુલીન આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. તરુણીમાં મ્યુકોરમાઇકોસીસ ના લક્ષણો જોવા મળતા પ્રાથમિક તપાસ બાદ બાયોપ્સી પણ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો :રાજકોટમાં હવે મ્યુકરમાયકોસીસ હાહાકા, તંત્ર મહામારી સામે લડવા માટે સજ્જ

આ પણ વાંચો :ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયાનો વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે કર્યા આવા પ્રહાર

kalmukho str 19 અમદાવાદ બાદ કચ્છથી સામે આવ્યો મ્યુકોરમાઇકોસીસનો ચોંકાવનારો કેસ