Not Set/ સુરત/ જમીન વિવાદનાં કારણે પાટીદાર અગ્રણીએ કર્યો આપઘાત, PI સહિત 11 સામે ફરિયાદ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની ઘણી સહકારી સંસ્થાઓમાં સેવા આપનાર પાટીદાર સમાજનાં સહકારી આગેવાન તેમજ  સરકારી રોડનાં કોન્ટ્રાક્ટ લેવાની સાથે કવોરી ઉદ્યોગની સાથે જોડાયેલ દુર્લભભાઈએ માંડવી નજીકમાં આવેલ ખંજરોલી ગામે આવેલી પોતાની જ ક્વોરીમાં આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેમણે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. […]

Gujarat Surat
81f6f692ed409b63dde09de9f200cfe2 સુરત/ જમીન વિવાદનાં કારણે પાટીદાર અગ્રણીએ કર્યો આપઘાત, PI સહિત 11 સામે ફરિયાદ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની ઘણી સહકારી સંસ્થાઓમાં સેવા આપનાર પાટીદાર સમાજનાં સહકારી આગેવાન તેમજ  સરકારી રોડનાં કોન્ટ્રાક્ટ લેવાની સાથે કવોરી ઉદ્યોગની સાથે જોડાયેલ દુર્લભભાઈએ માંડવી નજીકમાં આવેલ ખંજરોલી ગામે આવેલી પોતાની જ ક્વોરીમાં આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેમણે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ઓલાપડના વિવિધ સહકારી મંડળમાં ફરજ બજાવતા પાટીદાર અગ્રણી ખાણ ઉધોગ સાથે સંકળાયેલા દુર્લભભાઈ પટેલે માંડવી નજીકના ખાનજરોલી ગામે નદીમાં કુદીને આત્મહત્યા કરી હતી. માંડવી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક દુર્લભભાઈ ગાંડાભાઇ પટેલ સુરતના રાંદેર સ્થિત સૂર્યપુર સોસાયટીમાં રહેતા હતા.

સોમવારના રોજ તેમની લાશ સ્ટોન ક્વોરીના ખાડામાંથી મળી આવી હતી. દુર્લભભાઈએ ક્વોરીની ખાણમાં કૂદકો મારી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન તેમની ઓફિસમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં જમીન સુરત ના અડાજણ ગામે જમીન સોદા પ્રકરણ  રાંદેરના પીઆઇ તેમજ પોલીસ સ્ટાફના માણસો અને કેટલાક ભુમાફિયાઓ ધાક ધમકી આપી આત્મહત્યા કરવા મજબુર કર્યા હોવાનું જણાવ્યું હતું જે આધારે મોડી રાત્રે માંડવી પોલીસ મકથક માં 11 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ હતી.

એમને રાંદેર PI લક્ષ્મણસિંહ બોડાણા, કુલ 4 પોલીસકર્મી સહિત કુલ 11 લોકોએ કરોડોની જમીન લખી આપવાં માટે ખૂબ દબાણ આપ્યું હતું. આ મામલે માંડવી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. સુર્યપુર સોસાયટી રાંદેર રોડ ખાતે રહેતાં દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી કુલ 10,218 ચોરસ મીટર જમીન 17/03/’14 નાં રોજ સ્ટાર ગ્રુપનાં માલિક કિશોરભાઈ કોસીયાના નામે એક સોદા ચીઠી બનાવી હતી.

patidar leader jumps into quarry near mandvi shortens life dies at rander police station to write off land worth rs 24 crore2 min 1 700x368 1 સુરત/ જમીન વિવાદનાં કારણે પાટીદાર અગ્રણીએ કર્યો આપઘાત, PI સહિત 11 સામે ફરિયાદ

આ જમીનમાં વિવાદ થતાં લાંબી ખેંચતાણ પછી ઇન્કમટેક્ષનો સવાલ ઉકેલ્યા પછી ગત તારીખ 2 જાન્યુઆરીની રાત્રે રાંદેર પોલીસ સ્ટેશનથી પોલીસ દુર્લભભાઈને બોલાવવાં માટે આવ્યા ત્યારે સવારમાં આવવાનું કહેતા દબાણપૂર્વક કહેલું કે આપને કોઈપણ સંજોગોમાં અત્યારે જ PI લક્ષ્મણ બોડાણા બોલાવી રહ્યાં છે.

આ બાબતે રાતોરાત લખાણ કરાવી લીધું હતું. જમીન મામલે લખાણ કરાવ્યા બાદ દુર્લભભાઈએ બાકીના નીકળતા પૈસા માંગ્યા હતા. આરોપીઓ આ પૈસા આપી રહ્યા ન હતા તેમજ તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા. આ જ કારણે દુર્લભભાઈ છેલ્લા છ મહિનાથી તણાવમાં જીવી રહ્યા હતા. આખરે તેમણે તમામ લોકોના ત્રાસને કારણે જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકના દીકરાએ આપેલી ફરિયાદ પ્રમાણે આ મામલે તેઓ તેમના પિતા સાથે પોલીસ કમિશનરને અરજી આપવા જવાના હતા. જોકે, પિતાએ એ પહેલા જ આપઘાત કરી લીધો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે રાંદેરના પીઆઈએ તેમના પિતાને અનેક વખત ધાક-ધમકી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.