increase price/ અમૂલ બાદ હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો આટલો વધારો

દેશ સહિત રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે, જનતા આ મોંઘવારીની માર સહન કરી રહી છે, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા બજેટ ખોરવાઇ જાય છે

Top Stories Gujarat
3 21 અમૂલ બાદ હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો આટલો વધારો
  • જનતાને મોઘવારીની વધુ એક માર
  • અમુલ બાદ બરોડા ડેરીએ દુધના ભાવ વધાર્યા
  • બરોડા ડેરીએ લીટર દીઠ બે રૂપિયાનો કર્યો વધારો
  • બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

દેશ સહિત રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે, જનતા આ મોંઘવારીની માર સહન કરી રહી છે, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા બજેટ ખોરવાઇ જાય છે,જેના લીધે ભારે મુશ્કેલી સર્જાય છે. અમુલ દ્વારા કરાયેલા  દુધના ભાવ વધારા બાદ બરોડા ડેરીએ પણ  ભાવ વધાર્યા  છે. અમુલે દૂધના ભાવ વધારતા વડોદરામાં પણ દૂધના ભાવ વધ્યા છે, પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બરોડા ડેરીએ પણ ભાવમાં વધારો કરતા વડોદરાની પ્રજાને મોંઘવારીની માર સહન કરવાનો સમય આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય લોકો એક સાંધે તેર તૂટે જેવી હાલત છે.બજેટ પણ ખેરવાઇ જાય છે, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરવામાં આવતા સીધી અસર ખિસ્સા પર પડે છે, જેના લીધે ગરીબ અને મધ્યમવર્ગ આ મોઘવારીમાં પિસાઇ રહી છે.