Not Set/ દિલ્હી : સીલમપુરમાં ચાર માળની ઇમારત ધરાશાયી, બેનાં મોત

દિલ્હી, દિલ્હીના સીલમપુર વિસ્તારના બ્લોકમાં સોમવારે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 14-15 લોકો કાટમાળમાં દટાયા હતાં. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. માહિતી મળતાં પોલીસ ઉપરાંત ફાયર બ્રિગેડની 6 ગાડીઓ રાહત અને બચાવ કામગીરી માટે ઘટના સ્થળ પર પહોંચી હતી. […]

Top Stories India
aaaaaaaaaaaaamahi 2 દિલ્હી : સીલમપુરમાં ચાર માળની ઇમારત ધરાશાયી, બેનાં મોત

દિલ્હી,

દિલ્હીના સીલમપુર વિસ્તારના બ્લોકમાં સોમવારે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 14-15 લોકો કાટમાળમાં દટાયા હતાં. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

માહિતી મળતાં પોલીસ ઉપરાંત ફાયર બ્રિગેડની 6 ગાડીઓ રાહત અને બચાવ કામગીરી માટે ઘટના સ્થળ પર પહોંચી હતી. બિલ્ડિંગની આજુબાજુ સ્થિત અન્ય બે-ત્રણ મકાનોને પણ નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ, પોલીસ ડેપ્યુટી કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોડી રાત્રે છ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવતિ સહિત બે લોકોને મૃત જાહેર કરાયા હતા, અન્ય લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. પોલીસને આશંકા છે કે કાટમાળ નીચે 7-8 લોકોને દટાયા હશે. આવી સ્થિતિમાં, મૃતકોનો આંકડો વધી શકે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સીલમપુરના બ્લોકમાં 50 ગજનું ચાર માળનું મકાન બનાવવામાં આવ્યું હતું. આમાં મોની, ઇમરાન યાસીન અને ઇસ્માઇલના પરિવારો જુદા જુદા માળે રહે છે. રાત્રે સાડા દસ વાગ્યે અચાનક આ ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. ઘમકા જેવા અવાજ સાંભળીને આસપાસના લોકો ગભરાઈ ગયા હતા અને  ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવાની સાથે સાથે તેમના કક્ષાએ બચાવ પગલા પણ શરૂ કર્યા હતા. ત્યારબાદ ટૂંક સમયમાં બચાવ ટીમ સ્થળ પર પહોંચી અને લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

રાત્રે 12.30 વાગ્યા સુધીમાં 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અડધા ડઝનથી વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. મોડી રાત્રે ધારાસભ્યો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું કે હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. મૃતકોનો આંકડો વધી શકે છે. તપાસ બાદ જ ઇમારત ધરાશાયી થવા પાછળનું કારણ જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.