ઉજવણી/ પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ નિવાસસ્થાન પર દીપોત્સવની કરી ઉજવણી!

અયોધ્યાથી નેપાળના જનકપુર સુધી દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે

Top Stories India
1 7 પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ નિવાસસ્થાન પર દીપોત્સવની કરી ઉજવણી!

અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન બાદ આખો દેશ રામમય થઈ ગયો છે. આ શુભ અવસર પર અયોધ્યાથી નેપાળના જનકપુર સુધી દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં લોકો તેમના ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં દીવા પ્રગટાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પીએમ આવાસ પર દીપ પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરી હતી. તેમણે રામલલાની તસવીર સામે દીવો પણ પ્રગટાવ્યો હતો.

અયોધ્યા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા  બાદ સમગ્ર દેશ દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. અયોધ્યામાં ભગવાન રામના આગમનની ઉજવણી કરવા દરેક જગ્યાએ લોકો દીવા પ્રગટાવી રહ્યા છે અને ફટાકડા ફોડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પીએમ આવાસ પર દીપોત્સવની ઉજવણી કરી હતી. તેણે પોતાના પર્સનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પીએમના નિવાસસ્થાનની તસવીરો શેર કરી છે. તસવીરોમાં પીએમ મોદી દીવા પ્રગટાવી રહ્યા છે. પીએમ મોદીએ રામલલાની તસવીર પર દીપ પણ પ્રગટાવ્યો હતો.

આ પણ વાંચો:Ayodhya Ram Temple/અયોધ્યામાં તમને જોવા મળશે સૌથી સુંદર રામાયણ, જેની કિંમત છે 1 લાખ 65 હજાર

આ પણ વાંચો:રામ મંદિર/રામલલાની મૂર્તિમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર! જાણો વિગત