Political/ આસામમાં પોલીસ કાર્યવાહીને રાહુલ ગાંધીએ રાજ્ય પ્રાયોજિત આગ ગણાવી

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ પોલીસ કાર્યવાહીને ‘રાજ્ય પ્રાયોજિત આગ’ ગણાવી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, “આસામ રાજ્ય પ્રાયોજિત આગ પર છે.

Top Stories India
11 188 આસામમાં પોલીસ કાર્યવાહીને રાહુલ ગાંધીએ રાજ્ય પ્રાયોજિત આગ ગણાવી

આસામનાં દારંગ જિલ્લામાં ગુરુવારે પોલીસ અને ટોળા વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. આ સમગ્ર મુદ્દાને લઈને કોંગ્રેસે આસામની હેમંત બિસ્વા સરકાર પર પ્રહાર કરતા સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો – સાવધાન! / તહેવારોની સીઝન માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરી કોરોના ગાઇડલાઇન

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ પોલીસ કાર્યવાહીને ‘રાજ્ય પ્રાયોજિત આગ’ ગણાવી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, “આસામ રાજ્ય પ્રાયોજિત આગ પર છે. હું રાજ્યમાં મારા ભાઈઓ અને બહેનો સાથે એક થઇને ઉભો છું. ભારતનાં કોઈપણ બાળક સાથે આવું ન થવું જોઈએ. જણાવી દઇએ કે, આસામનાં દારંગ જિલ્લાનાં ધોલપુરમાં અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયેલી હિંસામાં બે લોકોનાં મોત થયા છે. દારંગ જિલ્લાનાં સીપાઝારમાં અતિક્રમણ હટાવતી વખતે પોલીસ કાર્યવાહી વચ્ચે હિંસક અથડામણની જાણ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકોએ લાકડીઓ વડે અતિક્રમણ દૂર કરવા ગયેલી પોલીસ ટીમ પર અચાનક હુમલો કર્યો હતો. તે પછી પોલીસ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ, આ ફાયરિંગમાં માત્ર બે લોકોનાં મોત થયા છે. પોલીસનાં ફાયરિંગ બાદ ડેડ બોડી પર એક સ્થાનિક ફોટોગ્રાફરનાં કૂદવાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન બિજોય બોનિયાની ધરપકડ કરવામાં આવી છે. વળી, મોડી સાંજે, રાજ્ય સરકારે ગુવાહાટી હાઇકોર્ટનાં નિવૃત્ત જજ દ્વારા આ ઘટનાની તપાસ કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો – IPL 2021 / આજે છે CSK vs RCB નો મુકાબલો, જાણો Free માં કેવી રીતે જોઇ શકો છો Live મેચ

અધિકારીઓએ જણાવ્યું કે, બંગાળી ભાષી મુસ્લિમોનાં આશરે 800 પરિવારો ઘણા વર્ષોથી લગભગ 4,500 વીઘા (602.40 હેક્ટર) સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યા હતા અને સરકારે તાજેતરમાં જ વસાહતીઓને બહાર કાઢીને કૃષિ હેતુઓ માટે જમીનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભૂપેન કુમાર બોરાએ પોલીસ ગોળીબારનાં ‘બર્બર કૃત્ય’ ની નિંદા કરતા કહ્યું કે, “ખાસ કરીને કોવિડ પરિસ્થિતિ દરમિયાન, કાઢી નાખવાનું કૃત્ય અમાનવીય છે. આસામ સરકાર 1970 નાં દાયકાથી આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓને બહાર કાઢવા માટે નિરંકુશ વર્તન કરી રહી છે.