Not Set/ દિલજીત દોસાંજ બાદ આ અભિનેત્રીનું ખેડૂતોને સમર્થન, ટ્વીટ કરીને જણાવી આ વાત

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનારી ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ભલે દેશની બહાર રહેતી હોય, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે

India Entertainment
daljit and priyanka દિલજીત દોસાંજ બાદ આ અભિનેત્રીનું ખેડૂતોને સમર્થન, ટ્વીટ કરીને જણાવી આ વાત

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનારી ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ભલે દેશની બહાર રહેતી હોય, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે ભારતમાં ચાલી રહેલા મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપવાનું ભૂલતી નથી. હવે તેમણે કિસાન આંદોલન પર એક ટ્વીટમાં ખેડૂતોને ટેકો આપ્યો છે.

Diljit Dosanjh, other Punjabi artistes support farmers' stir over agri bills - The Federal

પ્રિયંકા ચોપરાએ કરેલા તેના ટ્વિટમાં જણાવ્યું હતું કે “કેન્દ્ર દ્વારા અમલમાં મુકાયેલા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે એકતા દર્શાવતા, ખેડુતોને આશા છે કે આ થવું જ જોઇએ.”પ્રિયંકાનું આ ટ્વિટ વાયરલ થયું હતું.પ્રિયંકાએ દિલજીત દોસાંઝ દ્વારા એક ટ્વીટ કરીને લખ્યું કે, ‘અમારા ખેડુત ભારતના અન્ન સૈનિક છે. તેમના ડરને દૂર કરવાની જરૂર છે. તેમની અપેક્ષાઓ પ્રમાણે જીવવાની જરૂર છે. સમૃધ્ધ લોકશાહી તરીકે, આપણે ખાતરી કરવી જ જોઇએ કે આ સમસ્યાનું નિરાકરણ શક્ય તેટલું વહેલું કરવામાં આવે.

Diljit Dosanjh News: Latest News and Updates on Diljit Dosanjh at News18

ઉલ્લેખનીય છે કે દિલજીતે પોતાના ટ્વિટમાં સિંઘુ બોર્ડરની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું કે, ‘પ્રેમથી વાતો કરો, કોઈ ધર્મ લડવાનું શીખવે નથી.’ તાજેતરમાં જ દિલજીતને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના એનસીઆરમાં સિંઘુ બોર્ડર પર જોવા મળ્યો હતો, જેણે ખેડૂતોને ટેકો પૂરો પાડ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…