IND vs ENG/ ચોથી ટેસ્ટમાં ભારતની જીત બાદ મોહમ્મદ કૈફે કર્યો નાગિન ડાન્સ, Video

ભારતનાં ભૂતપૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફ, જે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી 5 ટેસ્ટ મેચની સીરીઝમાં હિન્દી કોમેન્ટેટર તરીકે કામ કરી રહ્યા છે.

Sports
1 159 ચોથી ટેસ્ટમાં ભારતની જીત બાદ મોહમ્મદ કૈફે કર્યો નાગિન ડાન્સ, Video

ભારતનાં ભૂતપૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફ, જે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી 5 ટેસ્ટ મેચની સીરીઝમાં હિન્દી કોમેન્ટેટર તરીકે કામ કરી રહ્યા છે, તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક રમૂજી વીડિયો અપલોડ કર્યો છે. મોહમ્મદ કૈફે દર્શકોની વિનંતી પર નાગિન ડાન્સનો વીડિયો અપલોડ કર્યો છે.

આ પણ વાંચો – New Record / આ સાઇકલિસ્ટે 8 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારીનું અંતર કાપી Guinness Book માં નોંધાવ્યું નામ

આપને જણાવી દઇએ કે, આ વીડિયોમાં કૈફ મ્યુસિક પર નાગિન ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. મોહમ્મદ કૈફે કેપ્શનમાં લખ્યું છે કે ભાઈઓ, તમારી વિનંતી પર…. તેમના ડાન્સ પર ટિપ્પણી કરતા ભારતનાં ભૂતપૂર્વ સ્પિનર ​​રમેશ પવારે લખ્યું છે કે, જો તમને યાદ હોય તો ભૂતકાળની કેટલીક યાદો તાજી થઈ ગઈ છે. આપને જણાવી દઇએ કે, ભારતે લંડનનાં ઓવલ મેદાન પર રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં યજમાન ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 50 વર્ષમાં આ મેદાન પર ભારતની પ્રથમ જીત છે. મેચમાં ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 90 રનની લીડ લેવા માટે પોતાની પ્રથમ ઈનિંગમાં 290 રન બનાવ્યા હતા. જોકે ટીમ ઈન્ડિયાએ બીજી ઇનિંગમાં જોરદાર વાપસી કરી હતી. મુલાકાતી ટીમે બીજી ઇનિંગમાં 466 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્ય સામે ઈંગ્લેન્ડની ટીમ 210 રનમાં સમેટાઇ ગઇ હતી અને ભારતે મેચ શાનદાર રીતે જીતી લીધી હતી. ભારતની આ જીત બાદ પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફે ચાહકોને આપેલું વચન પાળવું પડ્યું હતુ.

આ પણ વાંચો – IND vs ENG / ચોથી ટેસ્ટનું પુનરાવર્તન ન થાય તે માટે ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટ માટે ટીમમાં કર્યો મોટો ફેરફાર

આપને જણાવી દઇએ કે, મોહમ્મદ કૈફે ચાહકોને વચન આપ્યું હતું કે, જો ભારતીય ટીમ ચોથી ટેસ્ટમાં જીતશે તો તેઓ નાગિન ડાન્સ કરશે. ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત બાદ કૈફે નાગીન ડાન્સ કરીને પોતાનું વચન પૂર્ણ કર્યું હતુ. પોતાના સમયમાં ટીમ ઈન્ડિયાનાં શ્રેષ્ઠ ફિલ્ડર ગણાતા કૈફે પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે નાગીન ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ચાહકો પણ કૈફનાં આ નાગિન ડાન્સ પર ખૂબ જ રમૂજી ટિપ્પણી કરી રહ્યા છે. કૈફનો આ નાગિન ડાન્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભૂતપૂર્વ બેટ્સમેને વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું, ‘ભાઈ લોગ આપ કી ફર્માઈશ પે.’