Ahmedabad/ જમાલપુર બાદ ગોમતીપુરમાં વીજચોરી પકડાઈ, ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

ટોરેન્ટ પાવરના અમરાઈવાડી ઝોનના એકઝયુકેટીવ ઓફિસર અઝીમ ખાન પઠાણે પોતાની ટીમ સાથે ગોમતીપુર ખાતેના માર્સડન મિલ કમ્પાઉન્ડ નજીકની દુકાનો અને કારખાનામાં દરોડા પાડ્યા હતા. જેમાં કેટલીક જગ્યાએ તેમને વીજચોરી થતી હોય તેવું સ્પષ્ષ્ટ દેખાય આવ્યું હતું.

Ahmedabad Gujarat
a 289 જમાલપુર બાદ ગોમતીપુરમાં વીજચોરી પકડાઈ, ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા માર્સડન મિલ કમ્પાઉન્ડ પાસેના કારખાના અને દુકાનોમાં વીજચોરી ચાલતી હોવાની ખાનગી બાતમી ટોરેન્ટ પાવર ની ટીમને મળી હતી. જેથી તેમણે સ્થાનિક પોલીસ જવાનોની મદદથી બાતમીની જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં અનેક દુકાનો અને કારખાનામાં વીજચોરી ચાલી રહી હતી. જેને અધિકારીઓએ રંગેહાથે પકડી લઈને ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટોરેન્ટ પાવરના અમરાઈવાડી ઝોનના એકઝયુકેટીવ ઓફિસર અઝીમ ખાન પઠાણે પોતાની ટીમ સાથે ગોમતીપુર ખાતેના માર્સડન મિલ કમ્પાઉન્ડ નજીકની દુકાનો અને કારખાનામાં દરોડા પાડ્યા હતા. જેમાં કેટલીક જગ્યાએ તેમને વીજચોરી થતી હોય તેવું સ્પષ્ષ્ટ દેખાય આવ્યું હતું. જેથી તેમણે ગેરકયદેસર રીતે લગાવામાં આવેલા વીજ કનેક્શનો કાપી નાખ્યા હતા. અને લાખોની વીજચોરી થતી અટકાવી હતી.

આ મામલે ગોમતીપુર પોલીસે નાસિર અહેમદ ઉર્ફે પતલી શેખ, ઝુબેરખાન પઠાણ , અલ્ફ્રેઝખાન પઠાણ અને આસિફખાન ઉર્ફે મોટું પઠાણ સામે વીજચોરીની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વીજચોરી ખુબજ વધી ગઈ છે. જેના કારણે સરકારે અને ખાસ કરીને પોલીસ વિભાગે આ મુદ્દે આકરું વલણ અપનાવીને વીજચોરી કરતા ઈસમો સામે લાલઆંખ કરી છે. અને આવા ઈસમોને પકડીને જેલ હવાલે મોકલવાનો ઓપરેશન પોલીસ દ્વારા ચલાવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો