રાજનીતિક/ ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ ઉત્તર ગુજરાતના પ્રવાસે,રાજકીય જમીન બચાવવા કે અસ્થિત્વ ટકાવવા કવાયત?

હાર્દિક પટેલ બીજેપીમાં જોડતા તેનો ભારે વિરોધ થઇ રહ્યો છે.હાર્દિક પટેલ હવે પોતાની રાજકીય જમીન સાચવવા માટે ઉત્તર ગુજરાતનો પ્રવાસ સતત કરી રહ્યા છે.આમ તો સામાજિક રીતે અને રાજકીય રીતે તેનો ભારે વિરોધ થયો છે જેને લઈને હવે જાણેકે આબરૂ બચાવવા હવાતિયા મારવા પડી રહ્યા હોય એવી સ્થિતિ ઉભી થઇ રહી છે.

Gujarat Others
હાર્દિક પટેલ

હાર્દિક પટેલ (Hardik Patel) થોડા સમય અગાઉ જ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે BJPમાં જોડાયા છે જે બાદથી કોંગ્રેસ પાસ અને અન્ય સામાજિક સંસ્થાઓમાં ભારે નારાજગી હાર્દિક પટેલ માટે વ્યાપી ગઈ છે.હાર્દિક પટેલ આજકાલ ઉત્તર ગુજરાતના પ્રવાસે હોવાનું સામે આવી રહ્યું છે બીજેપીમાં જોડાયા બાદ હાર્દિક સતત ઉત્તર ગુજરાતના અલગ અલગ ગામોમાં પ્રવાસ કરી રહ્યા છે .

હાર્દિક પર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે.જેને લઈને કોર્ટ દ્વારા મહેસાણા (Mahesana)ના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો જે હવે પ્રતિબંધ હતી ગયો છે જેને લઈને મહેસાણા સહિતના વિસ્તારમાં હાર્દિક ગામે ગામ પ્રવાસ કરી રહ્યો છે.હાર્દિક પટેલ બીજેપીમાં જોડાયા તેનાથી પાર્ટીના પણ યુવા નેતાઓ અને પાટીદાર નેતાઓ ભારે નારાજ છે જેને લઈને હાર્દિક ગામે ગામ ફરી પોતાની રાજકીય જમીન બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.

પાર્ટીના જ કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે હાર્દિકે કોંગ્રેસમાં રાજકીય શરૂઆત કરી અને પોતાના લાભ માટે તે ભાજપમાં જોડાઈ ગયો જેને લઈને સમાજના લોકો પણ વિરોધ કરી રહ્યા છે જેથી હવે રાજકીય અસ્તિત્વ બચે એ જરૂરી છે જેના માટે હવે તે હવાતિયા મારી રહ્યો છે.વાતો તો તે સુફિયાણી કરે છે પરંતુ હવે તેના માટે અસ્તિત્વ જળવાઈ રહે એ જરૂરી છે.

હાર્દિક પટેલને પાર્ટી કાર્યાલય ખાતે વધારે કોઈ મહત્વ આપતું નથી જેથી તે પાર્ટી કાર્યાલય આવવાનું ટાળે છે અને ઉત્તર ગુજરાતમાં જ પ્રવાસ કરી રહ્યા છે જેને લઈને હવે પટેલ પોતાની રાજકીય કારકિર્દી જોખમાય નહિ તેના માટે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં પ્રવાસ કરે  છે અને આગામી સમયમાં યાત્રા પણ કરશે.

આ પણ વાંચો:યંગ ઇન્ડિયા કંપની કેવી રીતે અને કોણે બનાવી, પૈસા ક્યાંથી આવ્યા?

આ પણ વાંચો:CM પુષ્કર સિંહ ધામીએ MLA તરીકે લીધા શપથ, કહ્યું- સેવક બનીને કામ કરીશ

આ પણ વાંચો:આગ ઓલવવાના કામમાં આવતા રોબોટમાં બ્લાસ્ટ, ફાયર મેન થયો ઈજાગ્રસ્ત