Not Set/ કર્ણાટક બાદ હવે મહારાષ્ટ્રમાં નેતાઓનાં હ્રદય થશે પરિવર્તન, મંત્રી બોલ્યા 50થી વધુ ધારાસભ્યો ભાજપનાં સંપર્કમાં

મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે પરંતુ ચૂંટણી પહેલાં, નેતાઓનાં હ્રદય પરિવર્તન એટલે કે પાર્ટી બદલવાની શરૂઆત થઇ ગઇ છે. થોડા દિવસ પહેલા, કેટલાક એનસીપી અને કેટલાક કોંગ્રેસી નેતાઓએ પાર્ટી છોડીને ભાજપની સભ્યપદ લીધી હતી પરંતુ હવે એવું લાગે છે કે આ વલણ હવે અવરોધ નથી રહ્યુ. મહારાષ્ટ્રનાં દેવેન્દ્ર ફડણવીસ સરકારનાં જળ સંસાધન મંત્રી […]

India
853400 girish mahajan કર્ણાટક બાદ હવે મહારાષ્ટ્રમાં નેતાઓનાં હ્રદય થશે પરિવર્તન, મંત્રી બોલ્યા 50થી વધુ ધારાસભ્યો ભાજપનાં સંપર્કમાં

મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે પરંતુ ચૂંટણી પહેલાં, નેતાઓનાં હ્રદય પરિવર્તન એટલે કે પાર્ટી બદલવાની શરૂઆત થઇ ગઇ છે. થોડા દિવસ પહેલા, કેટલાક એનસીપી અને કેટલાક કોંગ્રેસી નેતાઓએ પાર્ટી છોડીને ભાજપની સભ્યપદ લીધી હતી પરંતુ હવે એવું લાગે છે કે આ વલણ હવે અવરોધ નથી રહ્યુ. મહારાષ્ટ્રનાં દેવેન્દ્ર ફડણવીસ સરકારનાં જળ સંસાધન મંત્રી અને ભાજપનાં મુખ્ય નેતા ગિરીશ મહાજનએ એવો દાવો કર્યો હતો કે, વિરોધ પક્ષનાં (કૉંગ્રેસ-એનસીપી) આશરે 50 ધારાસભ્યો ભાજપનાં સંપર્કમાં છે. અહી હવે કર્ણાટક અને ગોવામાં જોવા મળેલ હ્રદય પરિવર્તનની રાજનીતિ જોવા મળી શકે છે.

મહાજને કહ્યું કે, કોંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નાં આશરે 50 ધારાસભ્યો હાલમાં ભાજપનાં સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, આ તમામ નેતાઓ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવવા માંગે છે. આપને જણાવી દઇએ કે, મહાજને શરદ પવારનાં તે આક્ષેપને ફગાવી દીધા હતા જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ રાજ્યમાં કોંગ્રેસ-એનસીપીને હરાવવા માટે સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરી રહ્યુ છે.

આ સમયે મહારાષ્ટ્રમાં ઘણા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીનાં મતદાન પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે પાર્ટીનાં વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલનાં પુત્ર સુજય વિખે પાટિલ ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને અહમદનગર બેઠક પરથી ટિકિટ આપી હતી અને જ્યા તેમણે જીત મેળવી હતી. તે પછી, જૂનમાં, તેમના પિતા રાધાકૃષ્ણ વિખે પાટીલે પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા.

શરદ પવારની આગેવાનીવાળી એનસીપીને તેના નેતા સતત અલવિદા કહી રહ્યા છે. એનસીપીની મહારાષ્ટ્ર મહિલા વિંગનાં પ્રમુખ ચિત્રા વાઘએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વાઘ પૂર્વે એનસીપીનાં મુંબઇ યુનિટનાં પ્રમુખ સચિન આહિર શિવસેનામાં જોડાયા હતા. વળી બીજી તરફ અકોલાનાં ધારાસભ્ય વૈભવ પિચડે શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ ભાજપમાં જોડાવાના છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ કોંગ્રેસ પાર્ટીનાં 10 ધારાસભ્યોએ ગોવામાં પાર્ટી બદલી ભાજપનાં કમળને સ્વીકાર્યુ હતુ. તે જ સમયે, કર્ણાટકમાં કોંગ્રેસનાં 13 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, જેના કારણે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર, કુમારસ્વામી સરકાર પડી હતી. હવે જો મહારાષ્ટ્રમાં પણ આવું જ વલણ જોવા મળે તો તે કોંગ્રેસ માટે મોટો આંચકો કરતા ઓછો નહીં હોય. તે પણ એવા સમયે કે જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં બહુ સમય બાકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.