@ નિકુંજ પટેલ
New Delhi News: તમે ક્યારેય એવું સાભંળ્યું છે કે કોઈ લૂંટ કરીને સામાન ચોરી જાય અને પછી પરત કરવા પણ આવે. ફિલ્મો સિવાય તમે આવો નજારો ક્યાંય જોયો નહી હોય. પરંતુ દિલ્હીના મયુર વિહારમાં આવી એક ઘટના બની છે. જેમાં લૂંટારા એક આઈસક્રિમ વેંડરનો ફોન લૂંટીને ભાગ્યા તો ખરા પણ પાછળથી વેંડરને ફોન પરત કરવા પણ આવ્યા. જોકે આ ચક્કરમાં તે પોલીસની પકડમાં આવી ગયા હતા.
આ બનાવની વિગત મુજબ આઈસક્રિમ વેંડર શાનૂ ખાન શુક્રવારે સવારે મયુર વિહાર ફેજ-3 માર્કેટ તરફ જઈ રહ્યો હતો. તે સમયે કેટલાક લૂંટારાઓએ શાનૂના હાથમાંથી તેનો મોબઈલ લૂંટી લીધો હતો. શાનૂએ તેમને પકડવાની કોશિષ કરી પણ આરોપીઓ ચાકૂની ધાક બતાવીને ફરાર થઈ ગયા હતા.
ત્યારબાદ શાનૂ શાને નજીકમાંથી પસાર થતા એક શખ્સનો ફોન લઈને લૂંટારાઓને ફોન કર્યો અને કહ્યું કે પૈસાના બદલામાં ફોન પરત આપી દો. શાનૂએ તેમને ફોન પરત કરશે તો 10 હજાર રૂપિયા આપવાની ઓફર કરી હતી. બાદમાં લૂંટારાઓએ શાનૂને અલગ અલગ ઠેકાણે બોલાવ્યો પણ પોતે ત્યાં આવતા ન હતા. કારણકે લૂંટારા જાણવા માંગતા હતા કે શાનૂ સાથે પોલીસ તો નથી ને. બાદમાં ફરીથી તેમની વચ્ચે ડીલ થઈ. અને શાનૂને મયુર વિહાર ફેઝ-3 માં એક મંદિર પાસે બોલાવ્યો. આ વખતે આરોપીઓ પણ ત્યાં પહોંચ્યા. જ્યાં આરોપીઓ અને શાનૂ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. શાનૂ બુમો પાડવા લાગતા આરોપી ભાગવા લાગ્યા.
ડીસીપી (પૂર્વ) અપુર્વ ગુપ્તાના જણાવ્યા મુજબ મહા શિવરાત્રીને કારણે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમણે ચીસો સાંભળીને જોયું તો કેટલાક શખ્સો ભાગી રહ્યા હતા. બાદમાં પોલીસે તેમનો પીછો કરીને તેમને ઝડપી લીધા હતા અને ફોન પણ કબજે કર્યો હતો.

આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
