Not Set/ લખનઉ બાદ કોલકતામાંથી પણ 3 આતંકવાદીઓ પકડાયા

કોલકાતા પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે રવિવારે જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (જેએમબી) સાથે જોડાયેલા શકમંદોની ધરપકડ કરી હતી

Top Stories
કોલકતા લખનઉ બાદ કોલકતામાંથી પણ 3 આતંકવાદીઓ પકડાયા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં અલ કાયદાના 2 આતંકવાદીઓની ધરપકડ બાદ પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ 3 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે રવિવારે જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (જેએમબી) સાથે જોડાયેલા શકમંદોની ધરપકડ કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે આ શકમંદોને બપોરે દક્ષિણ કોલકાતાના હરિદેવપુરથી ધરપકડ કરવામાં આવી હતી. કોલકાતા પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે નક્કર માહિતીના આધારે તેમને પકડવામાં સફળતા મેળવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જેએમબીના શંકાસ્પદ આતંકવાદીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં ભાડાના મકાનમાં રહેતા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આ વિસ્તારમાં આતંકવાદીઓની હોવા  વિશે ઇનપુટ પ્રાપ્ત થયો હતો. “અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે હજી ખૂબ શરૂઆતના તબક્કામાં છે.

ઉલ્લેખનીય છે આજે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ અળકાયદાના બે આતંકવાદીઓને એટીએસે પકડી પાડયા હતા તેમની પાસેથી ઘણી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી તેઓ સીરિયલ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા,એટીએસે દરોડા પાડીને તેમને પકડી પાડ્યા છે અને તેમની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે.