Mobile/ OPPO અને Motorola બાદ Samsung લાવી આ અદભુત ફિચર્સ સાથેનો સ્માર્ટફોન

અત્યાર સુધી આપણે સ્માર્ટફોન્સમાં 48 મેગાપિક્સલ, 64 મેગાપિક્સલ અને 108 મેગાપિક્સલ જેવા હાઇ ટેક કેમેરા જોયા છે, પરંતુ હવે ટેક દિગ્ગજ કંપની સેમસંગ 600 મેગાપિક્સલ કેમેરા સેન્સર

Tech & Auto
corona 111 OPPO અને Motorola બાદ Samsung લાવી આ અદભુત ફિચર્સ સાથેનો સ્માર્ટફોન

અત્યાર સુધી આપણે સ્માર્ટફોન્સમાં 48 મેગાપિક્સલ, 64 મેગાપિક્સલ અને 108 મેગાપિક્સલ જેવા હાઇ ટેક કેમેરા જોયા છે, પરંતુ હવે ટેક દિગ્ગજ કંપની સેમસંગ 600 મેગાપિક્સલ કેમેરા સેન્સર પર કામ કરી રહી છે. આ વાતનો દાવો ટિપ્સટર કંપનીએ ટ્વીટરના માધ્યમથી કર્યો. IceUniverseએ પોતાના ટ્વીટમાં લખ્યું કે સાઉથ કોરિયન ટેક્નોલોજી કંપની 600MP સેન્સર પર કામ કરી રહી છે. તેની સાથે જ ટિપ્સટરે ફોટો પણ શૅર કર્યો છે, જે કોઈ પ્રેઝન્ટેશનનો હિસ્સો કે પછી કોઈ કંપનીનું ડોક્યૂમેન્ટ લાગી રહ્યું છે.

shocking news / RBI એ આ સહકારી બેંકનું લાઇસન્સ કર્યું રદ, જાણો જમાકર્તાઓને ત…

તેમાં જણાવવામાં આવ્યું છે કે સેમસંગ 600 મેગાપિક્સલ સેન્સર (isocell 600MP) પર કામ કરી રહી છે, કારણ કે 4K અને 8K વીડિયો રેકોર્ડિંગનો ટ્રેન્ડ પોપ્યૂલર થવાનો છે. મોટા કેમેરા સેન્સરથી વીડિયોને ઝૂમ કર્યા બાદ પણ ક્વોલિટી ખરાબ નથી થતી અને એવામાં 4K અને 8K રેકોર્ડિંગ કરાય છે, જેથી વીડીયો ક્વોલિટી સારી જ રહે છે.600 મેગાપિક્સલ કેમેરા સ્માર્ટફોન પર વધુ જગ્યા રોકશે.ટ્વીટની સાથે આપવામાં આવેલા ફોટો મુજબ Isocell કેમેરા બમ્પ જેવી મુશ્કેલી ઠીક થઈ જશે. હાલના સમયમાં જો કંપનીએ તેની પર કામ શરુ પણ કરી દીધું છે તો હાલ સેન્સરના સેમસંગ સ્માર્ટફોનમાં આવવામાં થોડો સમય લાગી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…