Not Set/ પાકિસ્તાનના PM ઇમરાન ખાન બાદ હવે બેગમ બુશરા બીબી પણ કોરોના પોઝિટિવ

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર બાદ હવે તેમની બેગમ બુશરા બીબી પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્યની બાબતો પર પાકિસ્તાનના વડાપ્રધાનના વિશેષ સહાયક ફૈઝલ સુલતાને

Top Stories World
imrankhan begam 1 પાકિસ્તાનના PM ઇમરાન ખાન બાદ હવે બેગમ બુશરા બીબી પણ કોરોના પોઝિટિવ

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર બાદ હવે તેમની બેગમ બુશરા બીબી પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્યની બાબતો પર પાકિસ્તાનના વડાપ્રધાનના વિશેષ સહાયક ફૈઝલ સુલતાને કહ્યું હતું કે ઇમરાન ખાને પોતાને હોમ આઇસોલેટ કરી લીધા હતા. ઇમરાન ખાને ગુરુવારે હાલમાં જ ચીનની કોરોના વાયરસ રસી લીધી હતી. રસી લીધા પછી પણ ઇમરાન ખાનને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો.જેના કારણે પાકિસ્તાની પ્રજામાં તર્ક વિતર્ક થઈ રહ્યા હતા, તમામ અટકળોનો આજે અંત આવ્યો છે.

પાકિસ્તાની વડાપ્રધાન ના અંગત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ઇમરાન ખાન હજી પણ તેના ઘરે છે અને તબીબો તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાને જે દિવસે કોરોના વાયરસની રસી લગાવી તે દિવસે કોરોના વાયરસના લક્ષણો તેમનામાં જોવા મળ્યા. આ પછી પણ, પોતાને અલગ રાખવાને બદલે તેમણે કોરોના રસી મુકાવી હતી.પાકિસ્તાનમાં કોરોના વાયરસની ગતિથી ભયભીત વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

દરમિયાન, પાકિસ્તાને આ વર્ષે શનિવારે એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપના સૌથી વધુ 3,876 કેસ નોંધાવ્યા છે,દેશના કોરોના સંક્રમણનો દર વધીને 9.4  ટકા થયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 6,23,135 લોકો વાયરસથી ચેપ લાગ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન 40 દર્દીઓનાં મોત બાદ મૃત્યુની સંખ્યા વધીને 13,799 થઈ ગઈ છે.મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં કુલ 5,79,760 લોકો ચેપમાંથી અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે. 2,122 દર્દીઓની હાલત ગંભીર છે.