Not Set/ પાકિસ્તાનના PM ઇમરાન ખાન બાદ રાષ્ટ્રપતિ ડો.આરીફ અલ્વી થયા કોરોના સંક્રમિત, લોકોને આપી સાવચેતીની સલાહ

ભારતે હોય કે પાકિસ્તાન કોરોના સામાન્યથી અને સેલિબ્રિટી તેમજ રાજનેતા કોઈને છોડતો નથી,પાકિસ્તાનમાં વધુ એક રાજનેતા કોરોના સંક્રમિત થયા છે.પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન  બાદ દેશના રાષ્ટ્રપતિ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

Top Stories World
alvi પાકિસ્તાનના PM ઇમરાન ખાન બાદ રાષ્ટ્રપતિ ડો.આરીફ અલ્વી થયા કોરોના સંક્રમિત, લોકોને આપી સાવચેતીની સલાહ

ભારતે હોય કે પાકિસ્તાન કોરોના સામાન્યથી અને સેલિબ્રિટી તેમજ રાજનેતા કોઈને છોડતો નથી,પાકિસ્તાનમાં વધુ એક રાજનેતા કોરોના સંક્રમિત થયા છે.પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન  બાદ દેશના રાષ્ટ્રપતિ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વી  એ ખુદ ટ્વિટર પર જાણકારી આપી અને કહ્યુ કે, તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. આ બંને કેસની સમાનતા એ છે કે કોરોના રસી નો પ્રથમ ડોઝ લેવા છતાં બન્ને નેતાઓ કોરોના સંક્રમિત થયા છે તે જોતાં સામાન્ય જનતાએ ચેતી જવું જરૂરી છે. એવું આ બંને નેતાઓએ દેશની જનતાને સંબોધીને જણાવ્યું હતું.

Pakistan President Dr. Arif Alvi, Defense minister Pervez Khan test positive for Coronavirus | CGTN Africa

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વીએ થોડા દિવસ બાદ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. હવે તેઓ પોઝિટિવ આવ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યુ, ‘મારો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અલ્લાહ બધા કોવિડ-19 પીડિતો પર દયા બનાવી રાખે. વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ ચુક્યો છું પરંતુ એન્ટીબોડી બીજો ડોઝ લીધા બાદ બનવાનું શરૂ થાય છે. મહેરબાની કરીને સાવચેતી રાખો.’

Pakistan to give befitting response if India imposes war: President Alvi | Pakistan Today

એ બાબત ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પહેલાથી કોરોનાથી સંક્રમિત છે. તેમણે પણ ચીનની કોરોના વેક્સિન લગાવી હતી. ઇમરાન ખાન ક્વોરેન્ટાઇન છે. કોરોના વેક્સિન લગાવ્યા બાદપાકિસ્તાનના પીએમ ખાને દેશના લોકોને મહામારીના કેસમાં વધારો રોકવા માટે નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. પાકિસ્તાનમાં વધી રહેલા કેસો બાદ ઘણા વિસ્તારોમાં આંશિક લૉકડાઉન લગાવવામાં આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…