ભાવવધારો/ પેટ્રોલ બાદ ડીઝલનો ભાવ પણ 100 પાર જવા તૈયાર, જાણો આજે કેટલો થયો ભાવ વધારો

રાજ્યમાં આજે  પેટ્રોલ-ડીઝલની કિંમતમાં  વધારો થતો જોવા મળી રહ્યો છે . જેમાં  રાજ્યમાં આજે પેટ્રોલમાં પ્રતિ લીટરે 25 અને ડિઝલમાં પ્રતિ લીટરે 25 પૈસાનો વધારો  થતો જોવા મળી રહ્યો છે . રાજ્યમાં પેટ્રોલ કરતા પણ  ડીઝલની કિંમત  આપણને વધુ જોવા મળી રહી છે. જેમાં  રાજય ના આ આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પ્રતિ લીટરે […]

Business
Untitled 5 પેટ્રોલ બાદ ડીઝલનો ભાવ પણ 100 પાર જવા તૈયાર, જાણો આજે કેટલો થયો ભાવ વધારો

રાજ્યમાં આજે  પેટ્રોલ-ડીઝલની કિંમતમાં  વધારો થતો જોવા મળી રહ્યો છે . જેમાં  રાજ્યમાં આજે પેટ્રોલમાં પ્રતિ લીટરે 25 અને ડિઝલમાં પ્રતિ લીટરે 25 પૈસાનો વધારો  થતો જોવા મળી રહ્યો છે . રાજ્યમાં પેટ્રોલ કરતા પણ  ડીઝલની કિંમત  આપણને વધુ જોવા મળી રહી છે.

જેમાં  રાજય ના આ આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત 91.54 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો ડીઝલની કિંમત પ્રતિ લીટરે 91.99 રૂપિયા પહોંચી ગઈ છે. ગાંધીનગરમાં પેટ્રોલ પ્રતિ લીટરે 91.74 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 92.19 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. આ તરફ રાજકોટમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટરે 91.31 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટરે 91.79 રૂપિયા પર પહોચી ગઈ છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 91.21 રૂપિયા અને ડિઝલમાં પ્રતિ લીટરે 91.66 રૂપિયા પર પહોંચી ગયો છે.

રાજય માં છેલ્લા 18 દિવસમાં પેટ્રોલની કિંમતમાં4.17 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે   બે દિવસમાં 56 પૈસા પ્રતિ લિટર પેટ્રોલ મોંઘુ થતું જોવા મળી રહ્યું છે .