Not Set/ રાજકોટ બાદ હવે અમદાવાદમાં મુકવામાં આવ્યો પ્લાસ્ટિકની ચીજો પર પ્રતિબંધ

આજ વિશ્વ પર્યાવરણ દિવસ છે, અને આજના જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એવો નિર્ણય લીધો છે કે અમદાવાદમાં ચાના પ્લાસ્ટિકના કપ, પાણીના પાઉચ અને પણ મસાલામાં વપરાતા પ્લાસ્ટિક રેપર પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ પર્યાવરણ દિવસના રોજ કોર્પોરેશને અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આવો નિર્ણય લીધો છે. આ જાહેરાત અમદાવાદના મેયર ગૌતમ શાહ દ્વારા લગાવવામાં […]

Ahmedabad Gujarat
maxresdefault 1 1 રાજકોટ બાદ હવે અમદાવાદમાં મુકવામાં આવ્યો પ્લાસ્ટિકની ચીજો પર પ્રતિબંધ

આજ વિશ્વ પર્યાવરણ દિવસ છે, અને આજના જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એવો નિર્ણય લીધો છે કે અમદાવાદમાં ચાના પ્લાસ્ટિકના કપ, પાણીના પાઉચ અને પણ મસાલામાં વપરાતા પ્લાસ્ટિક રેપર પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

આ પર્યાવરણ દિવસના રોજ કોર્પોરેશને અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આવો નિર્ણય લીધો છે. આ જાહેરાત અમદાવાદના મેયર ગૌતમ શાહ દ્વારા લગાવવામાં આવ્યો છે.

આપણે જણાવી દઈએ કે આ પ્લાસ્ટિકના પ્રતિબંધની શરૂઆત પહેલા રાજકોટમાં કલેક્ટર બંછાનિધિપાની દ્વારા 4 જૂનના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ આજ રોજ રાજકોટમાં ઠેર ઠેર ગેરકાયદેસર રીતે વહેંચવામાં આવતા પાણીના પાઉચ જપ્ત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પર્યાવરણના મુદ્દે સરકારનો પક્ષ રાખી જણાવ્યું હતું કે,

“અમે પ્લાસ્ટિકના વિરોધી નથી. પરંતુ નબળા પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને અને ગુજરાતને ખુબ મુશ્કેલીઓ પડી રહી છે. પીવાના પાણીના પાઉચ અને પાણીની બોટલને રિસાયકલ કરી શકાય એ માટે ગુજરાતમાં કામ કરવામાં આવશે.”

ગુજરાતમાં પ્લાસ્ટિકની ખાલી બોટલ માટે 50 પૈસા જેટલો ભાવ મળે છે જે વધારી અને 1 રૂપિયો કરી દેવામાં આવશે જેથી બોટલો વીણતા લોકોને વધારે પૈસા મળશે. સરકારનો પ્રયાસ છે કે ગુજરાતમાં 50 માઇક્રોનથી નીચેના પલાસ્ટીકની સંસ્થાપનાની પ્રક્રિયા બંધ થઇ શકે.

નાયબ મુખ્યમંત્રી પલાસ્ટીકની બાબતો પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,

“અમદાવાદમાં પીરાણા ખાતે કચરાનો ઢગલો મોટા પર્વત જેવડો થઇ ગયો છે.”