Viral Video/ રસીનો બીજો ડોઝ લીધા બાદ સરદારજી બરફ પર કરવા લાગ્યા ભાંગડા, જુઓ વીડિયો

દેશમાં હાલમાં કોરોનાનો રાફડો ફાંટ્યો છે. ત્યારે ઘણા કિસ્સામાં સામે આવી રહ્યુ છે કે, વેક્સિન લીધા બાદ લોકોને તાવ આવી રહ્યો છે. શરીરમાં કડતર થવા લાગી છે.

Videos
VVVV 2 રસીનો બીજો ડોઝ લીધા બાદ સરદારજી બરફ પર કરવા લાગ્યા ભાંગડા, જુઓ વીડિયો

દેશમાં હાલમાં કોરોનાનો રાફડો ફાંટ્યો છે. ત્યારે ઘણા કિસ્સામાં સામે આવી રહ્યુ છે કે, વેક્સિન લીધા બાદ લોકોને તાવ આવી રહ્યો છે. શરીરમાં કડતર થવા લાગી છે. વિશ્વભરનાં લોકોમાં વેક્સિનને લઇને ડરનો માહોલ છે. કારણે કે સારવાર ન થયા બાદ લાખો લોકોનાં મોત થઇ રહ્યા છે. આ વચ્ચે આજે વેક્સિન આ મહામારીનો અંત લાવી શકે તેવુ લાગી રહ્યુ છે. વેક્સિનને લઇને જાગૃતતા માટે ઘણા દિગ્ગજો સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં એક સોશિયલ મીડિયામાં વીડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમા એક સરદારજી કોરોનાની રસીનો બીજો ડોઝ લીધા બાદ બરફમાં ભાંગડા કરતો જોવા મળી રહ્યો છે.

સિસ્ટમ ડેથ / જીવતી મહિલાનું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું, પરિવારને મોકલી દીધો બીજાનો મૃતદેહ

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સરદારજી બરફ પર ભાંગડા કરી રહ્યો છે. આ વ્યક્તિની ઓળખ ગુરદીપ પંધેર તરીકે થઈ છે. આ કેનેડામાં રહે છે. આપને જણાવી દઇએ કે, જ્યાં લોકો કોવિડની રસી મળ્યા બાદ આરામ કરતા હોય છે, ત્યારે ગુરદીપ બરફ પર ભાંગડા કરતો જોવા મળી રહ્યો છે. તેને જોઇને તેની ખુશીનો અંદાજો લગાવી શકાય છે.

ભારતીય વિકાસ દર / નેગેટિવમાંથી પોઝિટિવ દિશામાં આગળ વધતી ભારતીય ઇકોનોમી, ચીનને પણ આપશે ટક્કર

યુઝર્સે આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે, વિવિધ પ્રકારનાં કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, તેણે કોરોના રસીનો બીજો ડોઝ લીધા પછી જોરદાર ડાન્સ પણ કર્યો છે. તેણે આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો 2 માર્ચનાં રોજ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં 2.8 મિલિયનથી વધુ લોકો વીડિયો જોઇ ચૂક્યા છે. કોરોના રોગચાળામાં લોકોને આ પ્રકારનો હાર્ટ-વોર્મિંગ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો લોકોનાં ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરી રહ્યુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ