Not Set/ બાર એશોસિયેશનની ચૂંટણીનુ જાહેરનામું થઈ ગયા બાદ, તેના પર સ્ટે કોણે અને કેમ મુક્યો ..?

21 ડિસેમ્બરે રાજ્યમાં યોજાનાર વિવિધ 252 બાર એશોસિયેશનની ચૂંટણીનુ જાહેરનામું થઈ ગયા બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેના પર સ્ટે મુકી દીધો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યુ છે કે તેઓ નવા નિયમો બનાવી રહ્યા છે અને ત્યારબાદ ચૂંટણી યોજવા જણાવ્યુ છે. બીજી તરફ રાજ્યના વિવિધ બાર એશોસિયેશન સાથે સંક્ળાયેલા વકીલોમાં આ નિર્ણયને પગલે […]

Gujarat Others
download 29 બાર એશોસિયેશનની ચૂંટણીનુ જાહેરનામું થઈ ગયા બાદ, તેના પર સ્ટે કોણે અને કેમ મુક્યો ..?

21 ડિસેમ્બરે રાજ્યમાં યોજાનાર વિવિધ 252 બાર એશોસિયેશનની ચૂંટણીનુ જાહેરનામું થઈ ગયા બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેના પર સ્ટે મુકી દીધો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યુ છે કે તેઓ નવા નિયમો બનાવી રહ્યા છે અને ત્યારબાદ ચૂંટણી યોજવા જણાવ્યુ છે. બીજી તરફ રાજ્યના વિવિધ બાર એશોસિયેશન સાથે સંક્ળાયેલા વકીલોમાં આ નિર્ણયને પગલે રોષ જોવા મળી રહ્યો છે.

બાર કાઉન્સિલ ગુજરાતના પુર્વ ચેરમેન જે જે પટેલે જણાવ્યું હતું કે અમે નવા રુલ્સ બનાવ્યા અને તેની મંજુરી પણ બીસીઆઈ પાસેથી લીધી હતી. તેને મંજુરી પણ બીસીઆઈએ આપી અને ગુજરાત બાર કાઉન્સિલે તેને આધારે જ 21-12ના રોજ ચૂંટણી જાહેર કરી હતી. સમગ્ર ગુજરાતના તમામ બાર એશોસિયેશનમાં ચૂંટણી પ્રક્રીયા પણ શરુ થઈ ગઈ છે. પ્રચાર શરુ થઈ ગયા હતો, માહોલ જામી ગયો હતો અને અચાનક જ બીસીઆઈએ ઈલેક્શન પર મનાઈ ફરમાવીદીધી છે.

આ નિર્ણય લેવાયો તે સ્વાભાવિક સ્વિકાર્ય નથી. ઘણા વકીલોએ પોતાના આવા અભિપ્રાયો પણ આપ્યા છે  અમે બીસીઆઈના તમામ આદેશોનુ પાલન કરવા તૈયાર છીએ. પરંતુ નવા નિયમો બનાવીને મોકલી આપે અને હાલમાં ઈલેક્શનને પર સ્ટે ન કરવો જોઈએ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.