Not Set/ ધ્વજારોહણ બાદ મૌલવીએ રાષ્ટ્રગાનનો કર્યો વિરોધ, ત્રણની કરાઈ ધરપકડ

  ઉત્તર પ્રદેશનાં મહારાજગંજથી એક ચોંકાવનારો વિડિઓ સામે આવ્યો છે. આ વિડિઓમાં ધ્વજારોહણ બાદ મદરેસાનાં એક મૌલવી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રાષ્ટ્રગીત ગાતા રોકી રહ્યા છે એવું દેખાય રહ્યું છે. આ ઘટના સામે આવતા પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી. મહારાજગંજનાં કોલ્હુઈ થાના ક્ષેત્રનાં એક મદરેસામાં સ્વતંત્રતા પર્વનાં દિવસે સવારે ત્રિરંગો લહેરાવામાં આવ્યો હતો, પરંતુ […]

India
dakjgajgsakjgjsahgfkjahgfjgd ધ્વજારોહણ બાદ મૌલવીએ રાષ્ટ્રગાનનો કર્યો વિરોધ, ત્રણની કરાઈ ધરપકડ

 

ઉત્તર પ્રદેશનાં મહારાજગંજથી એક ચોંકાવનારો વિડિઓ સામે આવ્યો છે. આ વિડિઓમાં ધ્વજારોહણ બાદ મદરેસાનાં એક મૌલવી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રાષ્ટ્રગીત ગાતા રોકી રહ્યા છે એવું દેખાય રહ્યું છે. આ ઘટના સામે આવતા પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી.

મહારાજગંજનાં કોલ્હુઈ થાના ક્ષેત્રનાં એક મદરેસામાં સ્વતંત્રતા પર્વનાં દિવસે સવારે ત્રિરંગો લહેરાવામાં આવ્યો હતો, પરંતુ ધ્વજારોહણનાં તુરંત બાદ થતાં રાષ્ટ્રગાનને રોકવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રગીતને બીજા કોઈએ નહિ પણ આ જ મદરેસાના એક મૌલાના એ જ અટકાવ્યું હતું. મહારાજગંજ પોલીસે મોહમ્મદ જુનેદ અન્સારી, મોહમ્મદ અલઝૂર રહમાન અમે મોહમ્મદ નિઝામની ધરપકડ કરી લીધી છે. આ ત્રણ લોકોએ મદરેસામાં જયારે છોકરીઓએ ત્રિરંગો લહેરાવ્યો હતો અને ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવાનું શરુ કરવામાં આવવાનું હતું. ત્યારે આ શખ્સોએ એનો માત્ર વિરોધ જ ન કર્યો પણ રાષ્ટ્રગીતને ગાતાં અટકાવવાની પણ કોશિશ કરી હતી.

જો કે ત્યાં હાજર શિક્ષકો વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીત ગાવા માટે જોર આપતા રહ્યાં હતા. પરંતુ મૌલાનાએ ઇસ્લામ અને મુસલમાનની દુહાઈ આપીને બધાને જબરદસ્તી પૂર્વક રાષ્ટ્રગીતને ગાતા રોકવામાં આવ્યા હતાં. ફક્ત આટલેથી જ વાત અટકી ન હતી, તેઓ બાળકોને ત્યાંથી ચાલ્યા જવાની એટલે કે ત્યાંથી તેમને હટાવવાની વાત સુધી આવી ગયા હતા. આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત સૌ લોકોની મૌલાના માટેની નારાજગી સ્પષ્ટ પણે વ્યક્ત થતી હોવાનું જોવા મળી રહ્યું હતું. આમ છતાં પણ મૌલવી અને તેના સાગરિતો મદરેસામાં બાળકોને રાષ્ટ્રગીત ગાતાં અટકાવવામાં સફળ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જયારે મૌલવીએ ધ્વજારોહણ બાદ રાષ્ટ્રગીત ન ગાવા માટે કહ્યું હતું, ત્યારે એક અધ્યાપકે તેનો વિરોધ પણ કર્યો હતો, તો તેની સામે મૌલવીએ તેને અને બાળકોને ‘સારે જહાં સે અચ્છા’ ગાવાનું કહ્યું હતું અને ત્યારબાદ તેઓ ઇસ્લામ અને આપણે મુસલમાન હોવાની વાતો કરવા લાગ્યા હતા.

આ ઘટના અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પહેલાં ધ્વજારોહણ બાદ રાષ્ટ્રગાન થવા દેવામાં આવ્યું ન હતું. પરંતુ જયારે મદરેસાના એક ટીચરે તેનો વિરોધ કર્યો અને એનો વીડિઓ બનાવ્યો ત્યાર બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.